સોનાના ભાવમાં ઘટાડો : ભાવ ૪૮૬૫૨ ની સપાટીએ પહોંચ્યો

ભારતીય બજારોમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે બુધવારના રોજ સોનાના ભાવમાં ૨૩૧ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો નોંધાયો. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આજે ચાંદૃીમાં ૨૫૬ રુપિયા પ્રતિ કિગ્રાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કારોબારી સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનુ ૪૮,૬૫૨ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ થયું હતું. તો ચાંદી ૬૫,૮૭૦ રૂપિયા પ્રતિ કિગ્રા ઉપર હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં આજે સોના-ચાંદીના ભાવ સ્થિર રહૃાા.

દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાનો ભાવ ૨૩૧ રુપિયા પ્રતિ ગ્રામ ઘટ્યો. રાજધાની દિલ્હીમાં ૯૯.૯ ગ્રામ શુદ્ધતાવાળા સોનાનો નવો ભાવ હવે ૪૮,૪૨૧ રુપિયા પ્રિતિ ૧૦ ગ્રામ થઈ ગયો છે. આ પહેલા વ્યાપાર સત્રમાં સોનાનો ભાવ ૪૮,૬૫૨ બંધ થયો,તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ આજે સ્થિર રહૃાો અને ૧,૮૫૦.૫૦ ડોલર પ્રતિ ઓંસ પર રહૃાો હતો.

ચાંદીની કિંમતોમાં બુધવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આજે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીમાં ૨૫૬ રુપિયા પ્રતિ કિગ્રાનો ઘટાડો જોવા મળ્યો હતો. હવે તેના નવા ભાવ ૬૫,૬૧૪ રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજાર આજે ચાંદીનો ભાવ કાલના સ્તરે ૨૫.૪૧ ડોલર પ્રતિ ઓંસ ઉપર રહૃાો.