સેન્સેકસ 700 પોઇન્ટ તૂટયો, રોકડાના શેરો ઉંચકાયા

સેન્સેકસ 700 પોઇન્ટ તૂટયો, રોકડાના શેરો ઉંચકાયા
સેન્સેકસ 700 પોઇન્ટ તૂટયો, રોકડાના શેરો ઉંચકાયા

મુંબઇ શેરબજારમાં સતત પાંચ દિવસ તેજી રહ્યા બાદ આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. હેવીવેઇટ સહિત તમામ ક્ષેત્રોના શેરોમાં આક્રમણકારી વેચવાલીથી સેન્સેકસમાં 700 પોઇન્ટથી વધુનો કડાકો સર્જાયો હતો. શેરબજારમાં આજે શરૂઆત મિશ્ર ટોને રહી હતી.

પ્રારંભિક કલાકોમાં માર્કેટ ગ્રીન અને રેડ ઝોનમાં ઝોલા ખાઇ રહ્યું હતું પરંતુ ત્યારબાદ વેચવાલીનો મારો શરૂ થતા મંદીમાં ઉતરી ગયું હતું. સપ્તાહનો છેલ્લો દિવસ હોવાના કારણે વેચવાલી  વધતા ઝડપથી તુટવા લાગ્યું હતું.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકાના જીડીપી ડેટા નબળા આવ્યા હોવાના કારણોસર ત્યાં વ્યાજદર ઘટાડો શકય બનશે કે કેમ તે વિશે શંકા ઉભી થતા નેગેટીવ અસર થઇ હતી. આ સિવાય વિદેશી નાણા સંસ્થાઓની આક્રમણકારી વેચવાલીનો પ્રત્યાઘાત આવ્યો હતો. સપ્તાહનો છેલ્લો દિવસ હોવાથી વેચવાલી વધુ હતી. ચૂંટણીનો તબકકો ચાલુ હોવાથી તથા ઇઝરાયલ લેબેનોન પર હુમલો કર્યો હોવાનો અહેવાલોની પણ આંશિક અસર વર્તાઇ હતી.

શેરબજારમાં આજે મોટા ભાગના હેવીવેઇટ શેરો દબાણમાં રહ્યા હતા. ઇન્ફોસીસ, ઇન્ડુસ ઇન બેંક, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતિ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, એશીયન પેઇન્ટસ, બજાજ ફાયનાન્સ, નેસલે, એચસીએલ ટેકનો, આઇસીઆઇસીઆઇ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ સહિતના શેરોમાં ગાબડા પડયા હતા. મંદી બજારે પણ ટેક મહિન્દ્ર, ડીવીઝ લેબ, બજાજ ઓટો, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એકસીસ બેંક જેવા શેરો મજબુત રહ્યા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 560 પોઇન્ટના ગાબડાથી 73778 સાંપડયો હતો જે ઉંચામાં 74515 તથા નીચામાં 73616 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 150 પોઇન્ટના ગાબડાથી 22420 હતો જે ઉંચામાં 22620 તથા નીચામાં 22385 હતો.