સિંધિયા કોંગ્રેસમાં નિર્ણાયક ભૂમિકામાં હતા,ભાજપમાં પાછળની સીટ પર બેથા છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન

આરએસએસ અને ભાજપ વિચારધારાથી લડવાનું કામ કરો

કૉંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી છોડ્યે ભલે ઘણો સમય પસાર થઈ ગયો હોય, પરંતુ તેમને લઇને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન અવાર-નવાર આવતુ રહે છે. રાહુલ ગાંધીએ યૂથ કૉંગ્રેસના કાર્યક્રમમાં કહૃાું કે, સિંધિયા જે કૉંગ્રેસમાં નિર્યાણક ભૂમિકામાં હતા, બીજેપીમાં પાછળની સીટ પર બેઠા છે. રાહુલે કહૃાું કે, લખીને લઇલો, બીજેપીમાં સીએમ નહીં બની શકો. પાછું આવવું પડશે.

દિલ્હીમાં ભારતીય યુથ કોંગ્રેસના બે દિવસીય કારોબારીમાં ભાગ લેવા પહોંચેલા કૉંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઉલ્લેખ કરતા કહૃાું કે, આજે તેઓ ક્યાં બેઠા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ કહૃાું કે, બીજેપીમાં તેમને પાછળની સીટ પર જગ્યા મળી રહી છે અને કૉંગ્રેસમાં જ્યારે હતા ત્યારે તેઓ અમારી સાથે બેસતા હતા અને નિર્યાણક ભૂમિકામાં રહેતા હતા.

સિંધિયાજી જ્યારે મારી પાસે આવ્યા હતા ત્યારે મે તેમને કહૃાું હતુ કે, મહેનત કરો આવનારા સમયમાં મુખ્યમંત્રી હશો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધીએ કહૃાું કે, કૉંગ્રેસ દરિયો છે. સૌ માટે દરવાજા ખુલ્લા છે અને કોઈને પાર્ટીમાં આવવાથી કોઈ નહીં રોકે અને જેઓ કૉંગ્રેસની વિચારધારા સાથે મતલબ નથી રાખતા તેમને જતા પણ કોઈ નહીં રોકે.

યૂથ કૉંગ્રેસ કાર્યકર્તાએ રાહુલ ગાંધી સમક્ષ પ્રશ્ર્ન ઉઠાવ્યો કે જે લોકો પાર્ટી છોડીને ફરી આવે છે તેમને પાર્ટીમાં પછી નિર્ણાયક ભૂમિકા મળી જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓના જવાબમાં કહૃાું કે, જે લોકો પાર્ટી છોડીને ફરી પાછા આવે છે, તેમને નિર્ણાયક ભૂમિકામાં આવવામાં સમય લાગશે. યૂથ કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહૃાું કે RSS અને BJP વિચારધારાથી લડવાનું કામ કરો.