સગીરાને વતનમાં જવાની માતાએ ના પડતાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

સગીરાને વતનમાં જવાની માતાએ ના પડતાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
સગીરાને વતનમાં જવાની માતાએ ના પડતાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ જિનિંગ મિલની ઓરડીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં બાજુમાં રહેતા યુવાન સાથે મનમેળ થઈ ગયો હતો અને યુવાન તેના વતનમાં જતો હોય તે સગીરાને પણ તેની સાથે જવું હતું પણ  સગીરાની માતાએ તેને સાથે જવાની ના પડતા લેબર કવાર્ટરમા  ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો 

નેકનામ પડધરી રોડ ઉપર આવેલ ઓસન કોટન જીનિંગ મિલની ઓરડીમાં રહેતી અને મજૂરી કામ કરતી દેવિકાબેન સરદારભાઈ મેડા (35) નામની મહિલાએ તેની દીકરી સુનીતાબેન સરદારભાઈ મેડા (17)એ જિનિંગ મિલના લેબર ક્વાર્ટરમા અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવા અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે અને વધુ તપાસ સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે મૃતક સુનિતાબેનને તેઓની ઓરડીની બાજુમાં રહેતા અને ત્યાં ફીટરનું કામ કરતા રવિકુમાર નામના વ્યક્તિ સાથે મનમેળ હતો અને રવિકુમાર પોતાના વતનમાં જતો હોય સગીરાને તેની સાથે જવું હતું ત્યારે તેની માતા દેવિકાબેને તેને જવાની ના પાડી હતી જેથી રવિકુમાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ સગીરાને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે