સંસદ સત્ર: લોકસભા-રાજ્યસભામાં કાર્યવાહી ૪-૪ કલાક ચાલશે

સામાન્ય બજેટ સત્ર ૨૯ જાન્યુ.થી શરુ થશે

કોરોનાના ફેલાયેલા પ્રકોપ વચ્ચે સંસદનું સામાન્ય બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહૃાુ છે. ત્યારે હવે આ કોરોનાની મહામારીની વચ્ચે તમામ પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવશે. સૂત્રોએ સીસીપીએની ભલામણોને આગળ ધરતા કહૃાુ હતું કે, રાજ્યસભા અને લોકસભા એટલે કે બંને સદન ૪-૪ કલાક ચાલશે. કહેવાય છે કે, એક ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.

તેમણે જણાવ્યુ હતું કે, સંસદનુ બજેટ સત્ર બે ભાગોમાં આયોજીત કરવામાં આવશે. સત્રનો પહેલો તબક્કો ૨૯ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થશે. જે ૧૫ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજો તબક્કા ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી યોજાશે.