શોપિંગ કરવામાં શહેરો કરતાં ગામડાના લોકો આગળ

શોપિંગ કરવામાં શહેરો કરતાં ગામડાના લોકો આગળ
શોપિંગ કરવામાં શહેરો કરતાં ગામડાના લોકો આગળ

શોપિંગ મોલ્‍સ ભલે મોટાં શહેરમાં વધારે હોય, પણ શૉપિંગ કરવામાં ગામડાના લોકો શહેરવાસીઓ કરતાં આગળ નીકળી ગયા છે. સેન્‍ટર ફૉર મૉનિટરિંગ ઇન્‍ડિયન ઇકૉનૉમીના લેટેસ્‍ટ રિપોર્ટ અનુસાર ૨૦૨૩ના એપ્રિલમાં ગ્રામીણ વિસ્‍તારોમાં છેલ્લા ૬૨ મહિનામાં સૌથી વધારે વેચાણ થયું હતું, જ્‍યારે આ જ મહિનામાં શહેરોમાં ૭ મહિનાનું સૌથી ઓછું વેચાણ નોંધાયું હતું. રિપોર્ટ મુજબ હાલમાં ૨૦૧૯ પછી કન્‍ઝ્‍યુમર સેન્‍ટિમેન્‍ટ સૌથી વધારે છે. એટલે કે અત્‍યારે લોકો દ્વારા થતા ખર્ચનું પ્રમાણ સૌથી વધુ છે. કોરોના બાદ ખર્ચમાં મોટો ઘટાડો થયો હતો, પણ હવે એ ઝડપથી કોરોના પહેલાંની સ્‍થિતિ પર પાછો ફરી રહ્યો છે.