શેરબજારે ફરી રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 79000ને પાર પહોંચ્યો…

શેરબજારે ફરી રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 79000ને પાર પહોંચ્યો...
શેરબજારે ફરી રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 79000ને પાર પહોંચ્યો...

આજે અઠવાડિયાના ચોથા બિઝનેસ દિવસ ગુરુવારના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર વાળા સેન્સેક્સે ઈતિહાસ રચતા પ્રથમ વખત 79000નો આંકડો પાર કરી લીધો છે.હાલમાં શેર માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી રોજ નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે. ત્યારે આજે અઠવાડિયાના ચોથા બિઝનેસ દિવસ ગુરુવારના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર વાળા સેન્સેક્સે ઈતિહાસ રચતા પ્રથમ વખત 79000નો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી પણ 24,000ના આંકડા નજીક પહોંચી ગયું છે.

શેરબજારે ફરી રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 79000ને પાર પહોંચ્યો… ઈતિહાસ

આજે માર્કેટ ઓપન થવાની સાથે બીએસઈના સેન્સેક્સ તેના છેલ્લા બંધ 78,674.25ની સરખામણીમાં થોડા ઘટાડા સાથે 78,758.67ના લેવલ પર ઓપન થયું હતું. જો કે, થોડા સમય પછી જ તેજી આવતા 150થી વધુ ઉછળીને BSE Sensexએ રેકોર્ડ 79000નો આંકડો પાર કર્યો હતો. તેને 79,033.91નો નવો ઓલ ટાઈમ હાઈ લેવલ ટચ કર્યો હતો.

શેરબજારે ફરી રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 79000ને પાર પહોંચ્યો… ઈતિહાસ

સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી. તે ગઈકાલના 23,868.80થી વધતા 23,881.55ના લેવલથી શરૂ થયું હતું. ત્યારે અચાનક તેમાં પણ ઉછાળો આવતા તે 23,974.70ના નવા શિખર પર પહોંચી ગયું હતું.

શેરબજારે ફરી રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 79000ને પાર પહોંચ્યો… ઈતિહાસ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here