શેરબજારમાં ઉતાર ચઢાવ પછી સેંસેક્સમાં ૩૫ પોઈન્ટનો વધારો

દિવસના અંતે સેન્સેક્સ ૫૦,૪૪૧ના સ્તરે બંધ

આજે સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. આજના દિવસના અંતે તેજી સાથે બજાર બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ ૩૫.૭૫ પોઈન્ટ એટલે કે ૦.૦૭ ટકાના વધારા સાથે ૫૦૪૪૧.૦૭ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૧૮.૧૦ પોઈન્ટ એટલે કે ૦.૧૨ ટકા ઘટાડા સાથે ૧૪૯૫૬.૨૦ના સ્તરે બંધ થયો હતો. ગયા સપ્તાહે સેંસેક્સ ૧૩૦૫.૩૩ પોઈન્ટ એટલે કે ૨.૬૫ ટકાના ફાયદામાં રહૃાો હતો.

આજના દિવસે શેર માર્કેટ તેજી સાથે ખુલ્યું હતું. દિવસની શરૂઆતમાં સેન્સેક્સમાં ૨૮૨.૫૪ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો જ્યારે નિટીમાં પણ ૭૭.૯૦ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઓએનજીસી, ગેલ, યૂપીએલ, એલએન્ડટી અને એસબીઆઈ લાઈફના શેર તેજી સાથે બંધ થયા હતા. તો ઈન્ડસઈન્ડ બેંક, શ્રી સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને બજાજ ઓટોના શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

શુક્રવારે શેર બજાર લાલ નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ ૪૪૦.૭૬ પોઈન્ટ એટલે કે ૦.૮૭ ટકાના ઘટાડા સાથે ૫૦૪૦૫.૩૨ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિટી ૧૪૨.૬૫ પોઈન્ટ એટલે કે ૦.૯૫ ટકાના ઘટાડા સાથે ૧૪૯૩૮.૧૦ના સ્તરે બંધ થયો હતો.