શેરબજારના ટ્રેડિંગ માટે રોકાણની લાલચ આપી 21.25 લાખની છેતરપિંડી

શેરબજારના ટ્રેડિંગ માટે રોકાણની લાલચ આપી 21.25 લાખની છેતરપિંડી
શેરબજારના ટ્રેડિંગ માટે રોકાણની લાલચ આપી 21.25 લાખની છેતરપિંડી

ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં રહેતા અને કર્મયોગી ભવનના એચઆર વિભાગના પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજરને શેર બજારમાં ટ્રેડિંગ કરવા લાલચ આપી સાયબર ગઠિયાઓએ ૨૧.૨૫ લાખ રૃપિયાનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હોવા અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી સાઇબર ગઠિયાઓ દ્વારા મહિલાઓ અને શિક્ષિત પુરુષોને પણ અલગ અલગ પ્રકારની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે ગાંધીનગરમાં સેક્ટર ૧૦માં આવેલા કર્મયોગી ભવનમાં ડેપ્યુટી જનરલ મેનેજર એચઆર વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ અધિકારી અને કુડાસણમાં સહજાનંદ સીટી બંગલોમાં રહેતા સુરેશ રામારાવ મુચિપલ્લીને નિશાન બનાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૩માં તેમને વિદેશ જવાનું હોવાથી આ સરકારી નોકરી મૂકી દીધી હતી અને ઘરે હતા તે દરમિયાન ગત ૧૯મી ડિસેમ્બરે તેમના મોબાઈલ ઉપર પ્રોફિટ એક્સચેન્જ ગ્પમાં એડ થવા માટે મેસેજ આવ્યો હતો. આ ગ્પમાં એલિસ, ફીયોના અને જનતાન સાયમન નામના ત્રણ લોકોના નંબર એડ હતા. બાદમાં તેઓ આ ગ્પમાં જોડાઈ ગયા હતા અને શેરબજાર ટ્રેડિંગ રિલેટેડ ઓનલાઈન ક્લાસ શરૃ કર્યા હતા. દરમિયાન જાન્યુઆરીમાં ગઠિયાઓ દ્વારા તેમને આલ્ફા એક્સિસ પ્રો એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવામાં આવી હતી અને જેમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટના નંબર પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જુદા જુદા બેંક ખાતાઓમાં રૃપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશનમાં તેમના નામે ૪૦ લાખનું બેલેન્સ પણ ડિસ્પ્લે થવા લાગ્યું હતું. જોકે તેમણે રૃપિયા ઉપાડવાનો પ્રયાસ કરતા રૃપિયા ઉપડયા ન હતા અને આઇપીઓ માટે અરજી કરવા કહ્યું હતું ત્યારબાદ ગ્પ મેનેજરે ૪૦ લાખની મૂડી આઇપીઓમાં ટ્રાન્સફર થઈ ગઈ હોવાથી ૩૫ લાખ જમા કરશો તો જ રૃપિયા ઉપડી શકશે તેમ કહ્યું હતું. આટલી બધી રકમ તેમની પાસે નહીં હોવાથી બેંકમાં તપાસ કરવા ગયા હતા અને બેંક દ્વારા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું જેથી તેમણે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૨૧.૨૫ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.