શી ટીમ દ્વારા સ્લમ વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શી ટીમ દ્વારા સ્લમ વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શી ટીમ દ્વારા સ્લમ વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શી ટીમ દ્વારા જણાવ્યા મુજબ, સીપી રાજુ ભાર્ગવ એડીસીપી વિધિ ચૌધરી, ડીસીપી પૂજા યાદવ, મહિલા સેલ એસીપી આર.એસ.બારીઆના માર્ગદર્શન હેઠળ  પીઆઈ આઇ.એન. સાવલીયાએ સુચના કરેલ હોય કે, મહિલાઓને લગતા ઘરેલુ હિંસાના બનાવ, મહિલાઓની છેડતીના બનાવો, કે સિનિયર સિનિઝનને લગતા કોઈ બનાવ હોય તો તાત્કાલિક તેમનું યોગ્ય નિવારણ લાવવું. તેમજ મહિલાઓને શી ટીમની કામગીરીથી માહિતગાર કરવા.

જે અન્વયે રાજકોટ શહેર ઉત્તર વિભાગ શી ટીમ, મહિલા શી ટીમ તથા પૂર્વ વિભાગ શી ટીમના કર્મચારીઓ દ્વારા વેલનાથપરામાં આવેલ સ્લમ એરીયા, ઝૂંપડપટ્ટીની મુલાકાત લઈ ત્યાં રહેતા બાળકોને ગુડ ટચ બેડ ટચ તથા સાઇબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ તથા 100 નંબર તથા 181 મહિલા હેલ્પલાઇન તેમજ મહિલા પોલીસ સ્ટેશન, બાળ મજૂરી અધિકાર તથા ચિલ્ડ્રન હેલ્પલાઇન તથા નશીલા પદાર્થોથી દૂર રહેવું વગેરે માહિતી આપેલ તેમજ ઉનાળો હોવાથી બાળકોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.