વ્હાઇટ હાઉસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડાયરેક્ટર પદ માટેની ઉમેદવારી પરત ખેંચી

ભારતીય મૂળની નીરા ટંડને

ભારતીય મૂળના નીરા ટંડને અમેરિકાના વ્હાઈટ હાઉસ ઓફ મેનેજમેંટ એંડ બજેટના ડાયરેક્ટર પદ માટે નોંધાવેલી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. સત્તાધારી પક્ષ અને પ્રશાસન સેનેટમાં નીરાના નામની ઉમેદવારીનું સમર્થન કરવા માટે જરૂરી મત મેળવવામાં નિષ્ફળ રહૃાાં હતાં.

ટંડન (૫૦)ના ઉમેદવારીની પુષ્ટિનો માર્ગ પહેલા અગાઉથી જ મુશ્કેલ દેખાતો હતો. તેમને અનેક સાંસદો વિરૂદ્ધ ટ્વિટ કરવાને લઈને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

નીરા ટંડને પોતાની જ પાર્ટીના અનેક સાંસદો વિરૂદ્ધ પણ ટ્વિટ કર્યા હતાં. ઉમેદવારી પાછી ખેંચવાના ટંડનના પગલાને બાઈડને સ્વિકાર્યું હતું. સાથે જ એવા પણ સંકેત આપ્યા છે કે, ટંડનને કોઈ અન્ય પદ પર નિમવામાં આવી શકે છે. બાઈડન દ્વારા નિમવામાં આવેલા ટંડન પહેલા જ એવા વ્યક્તિ છે જેમને પરાજયનો સામનો કરવો પડી રહૃાો છે. કેબિનેટમાં નિમવામાં આવેલા ૨૩માંથી ૧૧ લોકોના નામની પુષ્ટિ થઈ ચુકી છે. તેમાં મોટા ભાગનાઓને બંને પક્ષોનું મજબુત સમર્થન છે.

બાઈડને પોતાના એક વક્તવ્યમાં કહૃાું હતું કે, ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડાયરેક્ટરે પદ માટે નોંધવામાં આવેલી ઉમેદવારી પાછી ખેંચવા માટે નીરા ટંડનના અનુરોધને મેં સ્વિકારી લીધો છે. તેમણે કહૃાું હતું કે, હું તેમના અનુંભવ, કૌશલ્ય અને વિચારોનું ખુબ સમ્માન કરૂ છું અને ઈચ્છુછુ કે, મારા પ્રશાસનમાં તેમની પણ કોઈ ભૂમિકા હોય. આ અગાઉ અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ નીરા ટંડનના નામનું સમર્થન કર્યું હતું. નીરા ટંડનને લઈને ભારતીયોની આશાઓને જોરદાર ઝાટકો લાગ્યો છે.