વિશ્ર્વભરમાં વસતા પાટીદાર સમાજની 21મીએ મહાસભા અને ચિંતન શિબિર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વિશ્ર્વભરમાં વસતા લેઉવા અને કડવા પટેલો માટેની તા.21મીએ જીવનસાથી પસંદગી, ચિંતન શિબિર, અને પાટીદાર મહાસભાનું આયોજન કરાયું છે.

સમસ્ત પાટીદાર સમાજના મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, નાથાભાઇ કાલરીયા દ્વારા છેલ્લા પંદર વર્ષથી વિશ્ર્વભરમાં વસતા લેઉવા પટેલ અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન ફ્રી મેરેજ બ્યુરો ચાલે છે. જે અંતર્ગત રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે તા.21 ના રોજ તદ્દન નિ:શુલ્ક જીવન સાથી પસંદગી, ચિંતન શિબિર, અને પાટીદાર મહાસભા મેળો યોજાશે. આ મેળાવળામાં સગપણ કરવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ચિંતન શિબિરનું આયોજન કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં તમામના રીવ્યુ લેવામાં આવશે. તેમાંથી આ અંગે અભ્યાસ કરી નિવારણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે પાટીદાર મહાસભા રાખી છે. પાટીદાર સમાજ તમામ સમાજ માટે ઘણી સેવાઓં કરશે. જેમાં મુખ્યત્વે 500 વ્યક્તિઓ રહી સકે તેવા ‘બા’ નું ઘર વૃધ્ધાશ્રમ, નિરાધાર આશ્રમ, મહિલા ગૃહ ઉધોગ માટે ઊભું થનાર એક મોટું સેવા સંકુલ જેના આયોજન માટે દાતાઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવશે.

સમસ્ત પાટીદાર સમાજ તા.21 ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે લેઉવા-કડવા-કચ્છી સહિત તમામ પાટીદારો દીકરા-દીકરીના સગપણ માટે ભેગા થશે અને તેમાં પાત્ર પસંદગી કરાશે. દરેકને પાત્ર સરળતાથી મળી રહે અને ખોટા ખર્ચાના થાય તે માટે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમસ્ત પાટીદાર સમાજની વેબસાઇટ ઓનલાઇન દ્વારા 465 સગાઇ થઈ ગઈ છે . આ કાર્યક્રમમાં કોઈ દીકરા કે દીકરીને સ્ટેજ પર બોલાવવામાં આવતા નથી. તેમને ફક્ત હોલમાં બેઠાં બેઠાં જ દીકરા-દીકરીનું ફોર્મ સિલેક્સન સ્ક્રીન ઉપર કરવાનું હોય છે અને પછી તેમાંથી બીજાના ક્રોસમેચની મિટિંગ ત્યાં જ સ્થળ પર કરાવવામાં આવે છે .

આમ અત્યારના આધુનિક યુગને ધ્યાનમાં લઈને જ અને બેસ્ટ પરિણામ મળવાના કારણે એકબીજાનો પરિચય ડિજિટલ સ્ક્રીન દ્વારા કરાવવામાં આવે છે. તેથી દોકરા અને દીકરીના સગપણ માટે માતા – પિતા એક શહેર કે બીજા શહેર સુધી કે વિદેશ સુધી હેરાન થવું પડતું નથી અને પરિવારજનોનો ગજરીમાં જ સગપણ નક્કી થઈ જાય છે. ખાસ વિશેષતા એ છે કે દીકરા કે દીકરીના બાયોડેટા ગુપ્ત રાખવામાં આવે છે. વેબસાઇટમાં પણ કોન્ટેક્ટ નંબર કે એડ્રેસ આપવામાં આવતું નથી. તેથી કોઈ એકબીજાને કોન્ટેક્ટ માટે જો એકબીજાને પસંદગી ફક્ત રિક્વેસ્ટ દ્વારા કરવામાં આવે જ્યારે ક્રોસમેચ થાય ત્યારે જ સંસ્થા દ્વારા એક-બીજાનો બાયોડેટા ખોલવામાં આવે છે

Read About Weather here

અને ત્યારબાદ જ સંપર્ક કરી શકે છે. જેથી દીકરીઓ ફોર્મ ભરી શકે અને કાર્યકર્તાઓ દ્વારા દીકરી-દીકરાઑને સંસ્થાની વેબસાઇટ ૂૂૂ.તફળફતિાંફશિંમફિ તફળફષ.જ્ઞલિ પર મેરેજ બ્યુરોમાં રજીસ્ટર કરવા જણાવવામાં આવે છે. વધુ વિગતમાટે સમસ્ત પાટીદાર સમાજ, 3-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ. રોડ, રાજકોટ, ફોન: 0281 2571030, મોબાઈલ: 9429166766, 94267 37273 ખાતે સંપર્ક સાધવા પ્રમુખ ગીતાબેન પટેલ, રશ્મિીબેન નિદ્રોડો, મનુભાઈ મેરજા, ગીતાબેન વોરા અને દીપાબેન પરસાણા દ્વારા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here