લાઠીનો ઠગાઇનો આરોપી ઝડપાયો

લાઠીનો ઠગાઇનો આરોપી ઝડપાયો
લાઠીનો ઠગાઇનો આરોપી ઝડપાયો

(અરવિંદ નિર્મળ-દિપક પાંધી દ્વારા) અમરેલી-સાવરકુંડલા તા. ૧ર :.. લાઠી પો. સ્‍ટે.ના કલમ ૧ર૦ (બી), ૪૦૬, ૪૧૯, ૪ર૦, ૧૧૪ વિગેરે મુજબના છેતરપીંડીના કામનો નાસતા ફરતા આરોપીને હ્યુમન સોર્સ તથા ટેકિનકલ સોર્સની મદદથી સુરત ખાતેથી નગીનભાઇ ફુલાભાઇ પટેલ (ઉ.૬ર) ધંધો, ડ્રાઇવીંગ રહે. મુળ ગામ તોરણા, મહેતા પોળ, ઉંડી ખડકી, તા. કપડવંજ જી. ખેડાને પકડી કાર્યવાહી કરી છે.

આ કામગીરી અમરેલી ડીવીઝનના નાસ્‍તા ફરતા સ્‍કવોડના ઇન્‍ચાર્જ પોલીસ સબ ઇ. કે. એસ. ડાંગર તથા હેડ કો. અજયભાઇ સોલંકી, હેડ કોન્‍સ. કિશનભાઇ આસોદરીયા, પો. કો. ચિંતનકુમાર મારૂ, પો. કો. વરજાંગભાઇ મુળીયાસીયા, પો. કો. ગોકુળભાઇ રાતડીયા તથા પો. કો. હર્ષદભાઇ ડાભી, દ્વારા કરવામાં આવેલ છે.