લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ

ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી એક યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનારા શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે તેના માતા-પિતા હજુ ફરાર હોય, બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બનાવની મળતી વિગત અનુસાર બોટાદમાં રહેતો મુળ નવસારીનો જય દિનકરભાઈ ગવલી નામના શખ્સે ભાવનગરમાં સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી એક ૩૦ વર્ષીય યુવતી સાથે પરીચય કેળવી પ્રેમસબંધ બાંધી તેણીને લગ્નની લાલચ આપ્યા બાદ વર્ષ ૨૦૨૨થી આજદિન સુધીમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પરીક્ષા આપવા માટે લઈ જઈ હોટેલોમાં તેણીની મરજી વિરૂધ્ધ કુકર્મ આચરી બિભસ્ત ફોટા મેળવી લીધા હતા. શખ્સની કાળી કરતૂતમાં તેના માતા નિરૂબેન ગવલી અને પિતા દિનકર ગવલીએ પણ મદદગારી કરી હતી. જે બનાવ અંગે અપરિણીત યુવતીએ સ્થાનિક ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી જય ગવલીની ધરપકડ કરી હતી તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.