લખનૌ જતાં ભારતીય વિમાનમાં મુસાફરનું મોત, પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ

શારજાહથી લખનૌ જઇ રહેલા ભારતીય વિમાનને એક મુસાફરનું વિમાનની અંદર જ મોત થઈ જતાં પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ વિમાન ઈન્ડિગો એરલાઇન્સનું હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે, વિમાનની અંદરના એક પેસેન્જરને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેનું તરત જ ત મોત નીપજ્યું હતું. ઘટના બની તે સમયે વિમાન હવામાં હતું.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ, ઈન્ડિગો એરલાઇન્સની લાઇટ નંબર ૬ઈ૧૪૧૨ એ પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. એવું કહેવામાં આવી રહૃાું છે કે જ્યારે વિમાનની અંદરના મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે પાયલોટે કરાચી એરપોર્ટથી ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. વિમાન લેન્ડિંગ પહેલા જ મુસાફરનું મોત નીપજ્યું હતું.

મુસાફરના મોત અંગે ઈન્ડિગોએ કહૃાું છે કે શારજાહથી લખનૌ જઇ રહેલા વિમાનમાં મેડિકલ ઇમરજન્સી બાદ તેને કરાચી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. દુર્ભાગ્યે મુસાફરને બચાવી શકાયો ન હતો અને મેડિકલ ટીમે તેને એરપોર્ટ પર મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહૃાું છે કે આ વિમાનને પહેલા અદાવાદ અને ત્યાંથી લખનૌ જવાનું હતું.

ગય વર્ષે રિયાધથી દિલ્હી જતી ગો-એર લાઇટને મેડિકલ ઇમરજન્સીને કારણે કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે, જે મુસાફર માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તેને બચાવી શકાયો નહોતો. ગો-એર લાઇટ ય્૮- ૬૬૫૮છમાં સવાર એક મુસાફરને હવામાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન સત્તાવાળાઓએ માનવીય આધારો પર લેન્ડિંગની મંજૂરી આપી હતી. મુસાફર વિમાનમાં બેભાન થઈ ગયો હતો, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે, એરપોર્ટના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.