રૂ.1 હજાર કરોડની ‘વતન પ્રેમ’ યોજના જાહેર કરતી રૂપાણી સરકાર

રૂ.1 હજાર કરોડની ‘વતન પ્રેમ’ યોજના જાહેર કરતી રૂપાણી સરકાર
રૂ.1 હજાર કરોડની ‘વતન પ્રેમ’ યોજના જાહેર કરતી રૂપાણી સરકાર

ગુજરાતના વિકાસ માટે યોગદાન આપશે એનઆરઆઇ, નવતર પ્રયોગ

આવતા વર્ષે ડિસેમ્બરથી એનઆઇઆર ગુજરાતીઓ વિકાસ માટે નાણા રોકશે: એનઆરઆઇનું રોકાણ 60 ટકા અને સરકાર 40 ટકા રોકાણ કરશે: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યોજનાને લીલી ઝંડી

વિદેશમાં વસતા બિનનીવાસી ગુજરાતનીઓની સહાયથી ગુજરાતમાં લોક કલ્યાણનાં પ્રોજેકટ અમલમાં મુકવા માટે રૂ.1 હજાર કરોડની વતન પ્રેમ યોજનાને રૂપાણી સરકારે લીલી ઝંડી આપી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી વતન પ્રેમ યોજના સંચાલન સમિતિની કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ વતન પ્રેમ યોજના માટે આગળ ધપવાની જાહેરાત કરી હતી. આવતા ડિસેમ્બર સુધીમાં રાજયોમાં રૂ.1 હજાર કરોડના પ્રજા કલ્યાણ કાર્ય અમલમાં મુકવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

બેઠક બાદ રાજય સરકારના વર્તુળોએ જણાવ્યું હતું કે, દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓ વિકાસનાં કામો માટે એમની પસંદગીના ગામ, પ્રોજેકટ અને એજન્સી નક્કી કરી શકે છે. એનઆરઆઇ ગુજરાતીનું વિકાસમાં યોગદાન 60 ટકા જેટલુ રહેશે. જયારે બાકીનો 40 ટકા ખર્ચ રાજય સરકાર ભોગવશે. આ રીતે ગુજરાતી નાગરીકો પોતાના વતનના વિકાસ માટે આર્થિક રોકાણ કરી શકશે.

દાતાઓ વર્ગખંડોના નિર્માણ, નાના કલાસની રચના, કમ્યુનિટી હોલ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી, મધ્યાન ભોજન માટેના ખંડ, સ્ટોર રૂમ, લાયબ્રેરી, જીમ, સીસીટીવી સીસ્ટમ, સ્મશાન ગૃહો, વોટર રીસાયકલ સીસ્ટમ તથા ગટર વ્યવસ્થા, તળાવ, બસ સ્ટેશન, સોલાર સ્ટ્રીટ લાઇટ, ટયુબ વેલ અને પાણીના ટાંકાના નિર્માણમાં રોકાણ કરી શકશે તેમ સરકાર યાદી જણાવે છે. મુખ્યમંત્રીએ બેઠકમાં એવી આશા દર્શાવી હતી કે, ગુજરાતનાં દાતાઓના સહયોગથી રાજય સરકાર પ્રજા કલ્યાણના વિવિધ પ્રોજેકટ અમલી બનાવી શકશે.

Read About Weather here

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓના વધુ વર્ગો બનાવવા પર ભાર મુકવામાં આવે એ જરૂરી છે. કેટલા વર્ગ ખંડોની જરૂર છે તેની માહિતી વતન પ્રેમ યોજનાના વેબ પોર્ટલ પર મુકવામાં આવશે. યોજનાઓના અસર કારક અમલી કરણ માટે તેમજ ચુકવણા માટે અલગ બેંક ખાતાઓની યોજના સહિતની વિગતોને આખરી રૂપ આપવામાં આવ્યું હતું. કોઇપણ ફરીયાદ કે પ્રશ્ર્નના નિરાકરણ માટે 24 કલાકનું કોલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવનાર છે. વતન પ્રેમ યોજના ગર્વનીંગ બોર્ડના ચેરમેન તરીકે મુખ્યમંત્રી ખુદ રહેશે. અન્ય મંત્રીઓ, અધિકારીઓ અને એનઆરઆઇ ગુજરાતી ફાઉન્ડેસનના અધ્યક્ષ સભ્ય તરીકે રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here