રામ મંદિર નિર્માણ માટે મુસ્લિમો પાસેથી પણ ફંડ ઉઘરાવશે RSS

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આરએસએસએ ફંડ ભેગુ કરવાના અભિયાનમાં મુસ્લિમ સમુદાયને જોડવાનો નિર્ણય કર્યો છે. સંઘ સાથે જોડાયેલા રાષ્ટ્રીય મુસ્લિમ મંચ નામના સંગઠને મંદિર માટે મુસ્લિમો પાસેથી પણ સહયોગ લેવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંયોજક ઇંદ્રેશ કુમાર લખનઉંથી આ અભિયાનની શરૂઆત કરશે. તે શહેરમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો પાસેથી રામ મંદિર માટે યોગદાન માંગશે અને આ સાથે જ સંગઠનનું અભિયાન શરૂ થઇ જશે. આરએસએસ તરફથી ચલાવવામાં આવી રહેલા નિધિ સમર્પણ અભિયાનનો જ આ ભાગ હશે.

સૂત્રોનું કહેવુ છે કે આરએસએસ તરફથી રાષ્ટ્રીય મુસ્લિમ મંચને દૃેશના અન્ય ભાગથી પણ મુસ્લિમ સમુદૃાયથી યોગદાન લેવા માટે કહેવામાં આવ્યુ છે. આરએસએસના આ પ્રયાસને રામ મંદિર માટે ચાલેલી લાંબી કાયદાકીય લડાઇ બાદ કડવાશ દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહૃાુ છે.

આરએસએસના નજીકના સુત્રોએ જણાવ્યુ કે ઇંદ્રેશ કુમાર બે દિવસ સુધી લખનઉંમાં રહેશે અને રામ મંદિર નિર્માણ માટે રકમ ભેગી કરવાના ઇરાદે મુસ્લિમ સમુદાયના મુખ્ય લોકો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તે સમાજના કેટલાક અન્ય લોકોને પણ મળી શકે છે.

આરએસએસ તરફથી વિશ્વ હિંદુ પરિષદના મુખ્ય રીતે રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની જવાબદારી સોપવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત ૧૫ જાન્યુઆરીથી થઇ હતી અને ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચના રાષ્ટ્રીય સહ-સંયોજક મુરારી દાસે કહૃાુ, રામ મંદિર નિર્માણથી સમાજની દુષ્ટતા પણ સમાપ્ત થશે. જેનાથી ભારતના વિકાસને ગતિ મળશે અને સમાજના તમામ વર્ગોનો વિકાસ થઇ શકશે. મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રીય મુસ્લિમ મંચ કેટલાક વર્ષથી આરએસએસ તરફથી મુસ્લિમ સમાજ વચ્ચે કામ કરી રહૃાો છે. ટ્રિપલ તલાકને લઇને જાગૃતિ માટે પણ આ સંગઠને કામ કર્યુ હતું.