રાત્રે જંગલ પાસે ગળેફાંસો ખાઇને…!

રાત્રે જંગલ પાસે ગળેફાંસો ખાઇને...!
રાત્રે જંગલ પાસે ગળેફાંસો ખાઇને...!

જુનાગઢમાં રાત્રે બીલખા રોડ પર આંબેડકર નજીક જંગલની દીવાલ પાસે ઝાડ સાથે માનવ મૃતદેહ લટકતો હોવાની માહિતી મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક આંબેડકર નગરમાં રહેતો હિરેન બાબુભાઇ ભાસ્‍કર ઉ.વ. રપ નામનો યુવાન ખુલ્‍યું હતું.આ યુવાને ગિરનાર જંગલની દીવાલ પાસેના ઝાડ સાથે ચુંદડી વડે લટકીને મોતને મીઠું કરી લીધું હતું. પોલીસે યુવકના મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આત્‍મહત્‍યા પાછળનું કારણ બહાર નહીં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.