રાત્રિ કફર્યુ લાદવા સામે વેપારીઓનું અલ્ટીમેટમ

રાત્રિ કફર્યુ
રાત્રિ કફર્યુ

ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં તાકીદની વર્ચ્યુઅલ બેઠક યોજાયા બાદ રાત્રિ કફર્યુ હટાવી 5 ડે વિક કરી શનિ અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે તે માટે સરકારને રજુઆત કરવા નક્કી કરાયું

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ લડી લેવાના મૂડમાં ; વહીવટી તંત્ર સાથે સાંજે બેઠક

Subscribe Saurashtra Kranti here

રાજ્યમાં એક બાજુ હાઇકોર્ટ લોકડાઉનની ભલામણ કરી રહ્યું છે, તો બીજી બાજુ 20 શહેરમાં રાત્રિ કફર્યુનો સરકારે નિર્ણય કરતા વેપારી વર્ગમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.એક બાજુ ધધા રોજગાર સાવ ઠપ્પ થઈ ગયા બાદ રાત્રિ કફર્યુનો સમય રાત્રીના આઠ વાગ્યાનો કરી નાખતા 80 જેટલા વેપારી સંગઠનોએ એકઠા થઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નેજ હેઠળ ફરી આજે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીયા બાદ રાજ્ય સરકારને પાંચ દિવસ રાત્રિ કફર્યુ હટાવવા અને શનિ – રવિ સંપૂર્ણ લોકડાઉન રાખવા માંગણી કરશે. જો ચોક્કસ સમયમાં માંગ નહિ સ્વીકારાય તો ચેમ્બર ઓફ કોમર્સ સરકારને અલ્ટીમેટમ આપશે, નહિતર છેલ્લે વિકલ્પ તરીકે દુકાનો ખોલી નાખવાની ચીમકી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે આપી છે.

રાજકોટ સહિત રાજયભરમાં કોરોનાની નવી ખતરનાક લહેર વચ્ચે રાજય સરકારે ચાર મહાનગરોમાં લાદેલા રાત્રિ કફર્યુ સામે રાજકોટના વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સ તથા જુદા જુદા 80 જેટલા વેપારી સંગઠનોની બેઠક બોલાવવામાં આવી હતી. વેપારી સંગઠનો દ્વારા વહેલા કફર્યુ સમયથી ઉદભવેલી સમસ્યાનો ચિતાર પેશ કરવામાં આવ્યો અને તેના આધારે વેપારી મહામંડળ આગામી દિવસમાં રાજય સરકારમાં રજુઆત કરવા આગળ વધવાનો નિર્ણય લેવાયો હતો.પરંતુ તે પૂર્વે જ હાઇકોર્ટે ચાર દિવસની લોકડાઉનની ભલામણ કરી હતી, સાંજે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 શહેરમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો નિર્ણયની જાહેરાત કરી હતી.

પરંતુ વેપારી વર્ગ માટે કોઈ ચોક્કસ રાહતલક્ષી સમાચાર પ્રસિદ્ધ નહિ થતા,રાત્રી કરફ્યુની કડક અમલવારીના પોલીસને સૂચનો કરતા વેપારી, ઉધોગકારોમાં વર્ગમાં રોષ પ્રગટ થયો છે.જે અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં તાકીદની વર્ચ્યુઅલ બેઠક યોજાયા બાદ રાત્રી કરફ્યુ હટાવી 5 ડે વિક કરી શનિ અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે તે માટે સરકારને રજુઆત કરવા નક્કી કરાયું છે.આજે સાંજે રાજકોટ જિલ્લા કલેકટર રૈમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડ્યા, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સાથે બેઠક યોજીને વેપારી મહામંડળ દ્વારા ઈખ અને સરકાર સમક્ષ 5 ડે વિક કરી કર્ફ્યુ હટાવવા રજુઆત કરવામાં આવશે.

Read About Weather here

આજે આંજે ફાઈવ ડે વિક કરફયુ અંગેના અમલ માટે ચેમ્બર ઓફ કોમર્સ અને વહીવટી તંત્ર વચ્ચે મીટીંગ યોજાશે. મીટીંગમાં નિર્ણયો બાદ જો માંગણી નહિ સ્વીકારી તો ચેમ્બર ઓફ કોમર્સ સાથે 80 વેપારી સંગઠનો મળીને રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપશે.જે બાદ પણ એક વખત ઘટનાદ કરી રાહત માંગવામાં આવશે, નહિતર છેલ્લે વિકલ્પ તરીકે દુકાનો ખુલ્લી નાંખવાની ચીમકી સાથે વેપારીઓ સરકારના અકળ મૌન સામે લડી લેવાના મૂડમાં છે. આમ પણ વેપારીઓ પર જાહેરનામા ભંગના કેસોથી નાના મોટા વેપારીઓમાં રોષ વ્યાપેલો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here