રાત્રિના લગ્ન સમારંભો યોજવા પર રોક, મહેમાનોનું પણ ટૂંકુ લિસ્ટ

રાત્રિના લગ્ન
રાત્રિના લગ્ન

રાજકોટ સહિત 20 શહેરોમાં રાત્રિ કફર્યુની માર્ગદર્શીકાઓ જાણો

ગાંધીનગર અને મોરવાહડપની ચૂંટણીઓ રદ ન કરાઇ, સરકારી કચેરીઓમાં ખુબ જરૂરી કામ હોય તો જ પ્રવેશનો હુકમ, ગૃહ વિભાગના આદેશોને પગલે રાતના રીશેપ્સન રદ થશે

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને કાબુમાં લેવા માટે રાજય સરકારે ચાર મહાનગરોમાં પહેલાથી અમલી રાત્રિ કફર્યુ અન્ય 16 શહેરોમાં પણ લંબાવી દીધો છે.

એટલું જ નહીં ચાર મહાનગરો સહિત તમામ 20 શહેરોમાં રાત્રિ કફર્યુમાં 1 કલાકનો વધારો પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ રીતે હવે આ તમામ શહેરોમાં રાતના 8 થી રાત્રિ કફર્યુ શરૂ થઇ જશે અને સવારે 6 વાગ્યે પુરો થશે. રાત્રીના યોજાતા લગ્ન સત્કાર સમારંભો હવે યોજી નહીં શકાય. 30 એપ્રીલ સધી નવા આદેશો અમલમાં રહેશે તેમ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એટલે આજથી 30 એપ્રીલ સુધી નાઇટ કફર્યુ દરમ્યાન કોઇ પણ રાજકીય, સામાજીક અને અન્ય પ્રકારના મેડાવડા યોજી શકાશે નહીં. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ ઉપર પણ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

ગૃહમંત્રાલયના જાહેરનામામાં દર્શાવ્યું હતું કે, કોરોના સંક્રમણ રોકવા અસરકારક પગલા લેવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને જે સુચનો કરવામાં આવ્યા છે. તે ધ્યાનમાં લઇ રાજય સરકારે નાઇટ કફર્યુુનો સમય લંબાવ્યો છે અને અન્ય 16 શહેરોને આવરી લેવામાં આવ્યા છે. તા.10 એપ્રીલથી લગ્ન કે સત્કાર સમારંભ સમયે બંધ કે ખુલ્લી જગ્યામાં 100 થી વધુ મહેમાનોને જમા કરી શકાશે નહીં. તમામ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. મહત્વની સ્પષ્ટા એ કરવામાં આવી છે કે, 20 શહેરોમાં કફર્યુના કલાકો દરમ્યાન કોઇ લગ્ન પ્રસંગ, રીસેપ્સન કે અન્ય કોઇ પણ કાર્યક્રમ યોજી શકાશે નહીં. ઉપરાંત કોઇપણ કાર્યક્રમમાં 50થી વધુ વ્યકિતઓ દિવસે પણ ભેગી કરી શકાશે નહીં.

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીઓ રદ કરવામાં આવી નથી. માત્ર ગાઇડલાઇનનું પાલન કરવાની તાકિદ કરવામાં આવી છે. ઉપરાંત માર્કેટીંગ યાર્ડોમાં પણ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. લોકોને અસર કરતા બીજો હુકમ એવો છે કે, તા.30 એપ્રીલ સુધી તમામ સરકારી કચેરીઓમાં તમામ શનિ-રવિ રજા રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ અગત્યનું કામ હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ અપાશે.

Read About Weather here

આ તમામ નીતિ નિયમોનું પાલન ન કરનાર સામે આઇપીસી અને ડીઝાસ્ટર મેનેઝમેન્ટ એકટ મુજબ પગલા લેવાશે અને ભુલ કરનાર સજાને પાત્ર રહેશે. જયાં કફર્યુ લદાયો છે એ શહેરોના નામ આ પ્રમાણે છે : અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ, નડીયાદ, ગાંધીધામ, ભુજ, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભરૂચ, સુરેન્દ્રનગર, મહેસાણા અને અમરેલી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here