રાજ કુમાર રાવને નવી ગેંગસ્ટર આધારિત ફિલ્મ માટે સાઈન કરાયો

રાજ કુમાર રાવને નવી ગેંગસ્ટર આધારિત ફિલ્મ માટે સાઈન કરાયો
રાજ કુમાર રાવને નવી ગેંગસ્ટર આધારિત ફિલ્મ માટે સાઈન કરાયો

રાજકુમાર રાવને એક ગેંગસ્ટર પર આધારિત ફિલ્મ માટે સાઈન કરાયો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અગાઉ રાજકુમાર રાવને લઈ બોઝ ડેડ ઔર અલાઈવબનાવનારા દિગ્દર્શક પુલકિત કરવાના છે. પુલકિતે જ બનાવેલી ભૂમિ પેડનેકરની ભક્ષક ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ છે. 

જોકે, આ ફિલ્મમાં રાજકુમાર રાવના રોલ વિશે કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. 

આ કયા ગેંગસ્ટરની વાત છે, ફિલ્મનું ટાઈટલ શું હશે તથા અન્ય કલાકારો કોણ હશે તેની જાહેરાત પણ હાલના તબક્કે કરવામાં આવી નથી. 

આ ફિલ્મ આગામી મહિનાઓમાંફલોર પર જાય તેવી સંભાવના છે. રાજકુમાર રાવ આ પહેલાં પણ કેટલાક એક્શન રોલ કરી ચૂક્યો હોવાથી તેના માટે આ ભૂમિકા સહજ હશે તેમ માનવામાં આવે છે. રાજકુમાર રાવ આ વર્ષે શ્રદ્ધા કપૂર સાથેની સ્ત્રી  ટૂ ફિલ્મ પર મોટો મદાર રાખી રહ્યો છે.