જેતપુરમાં ઓછા મતદાનવાળા વિસ્તારમાં બી.એલ.ઓ. દ્વારા મતદાર જાગૃતિ અભિયાન

જેતપુરમાં ઓછા મતદાનવાળા વિસ્તારમાં બી.એલ.ઓ. દ્વારા મતદાર જાગૃતિ અભિયાન
જેતપુરમાં ઓછા મતદાનવાળા વિસ્તારમાં બી.એલ.ઓ. દ્વારા મતદાર જાગૃતિ અભિયાન

રાજકોટ તા. ૦૮ એપ્રિલલોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે.

        ૭૪-જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં ઓછા મતદાનવાળા વિસ્તારમાં ખાસ જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ૫૦ ટકાથી ઓછું મતદાન થયું છે તેવા પુરૂષ મતદારો અને મહિલા મતદારોના  મતદાનમાં ૧૦ ટકાથી વધુ તફાવત છે, તેવા વિસ્તારોમાં મતદારોને જાગૃત કરવા બૂથ લેવલ ઓફિસર દ્વારા ખાસ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવાનોને મતદાન માટે પ્રેરિત કરાયા, તો બુઝુર્ગ મતદારોના ઘરે જઈને મતાધિકારનું મહત્વ સમજાવાયું હતું. ઉપરાંત મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધારવા તેમજ ઘરના તમામ પાત્રતા ધરાવતા સભ્યો મતદાન કરે તે અંગે સમજૂતિ આપવામાં આવી હતી.