રાજકોટ: છરીના ઘા મારી યુવકની હત્યા

રાજકોટ: છરીના ઘા મારી યુવકની હત્યા
મૃતક વિજય મેરની ફાઇલ તસવીર

વિજય મેર નામના ૩૨ વર્ષીય યુવાનની હત્યા: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ: થોડા સમય પહેલાં રાજકોટમાં હત્યાના બે બનાવો બન્યા હતા ત્યાર બાદ આજે ફરી ઉપલાકાંઠા થોરાળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કનકનગર સોસાયટી ખાતે આવેલ વિજયસીંગ પાસે વિજય મેર નામના ૩૨ વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે, બનાવની વિગત જોઈએ તો કનકનગર સોસાયટી શેરી નંબર ૬ માં દાદી સાથે રહેતો વિજય મિત્ર સાથે ફોનમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે અચાનક જ બે શખ્સો સ્પ્લેન્ડર બાઈક લઈને આવ્યા અને ધાર્યું તેમજ છરી વડે બંને હુમલો કરીને વિજયને મોતને ઘાટ ઉતાર્યો હતો બનાવની જાણ થતાં થોરાળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે…

વધુ અપડેટ કરી રહ્યા છીએ…