રંગીલા રાજકોટવાસીઓના ખીસ્સા ખાલી કરતું કાફે??

રંગીલા રાજકોટવાસીઓના ખીસ્સા ખાલી કરતું કાફે??

ટી સ્ટ્રીટ કાફેમાં જતા પહેલા તેના રિવ્યુ ગુગલમાં જોજો અને પછી નક્કી કરવું કે જવુ કે નહીં
હાથે નિયમો બનાવીને લોકોને ઉંઘા ચશ્મા પહેરાવામાં માહીર?! જો 20 મિનિટ ઓર્ડર વિના બેસો તો અડધી કલાક બેસવાના 100 રૂ.ચાર્જ
મોંઘી વસ્તુને કચરો ક્વોલિટી, ફેમિલી સાથે જવુ પણ નહીં: શહેરીજનોનો રિવ્યુ
જો રેઇડ થાય તો કંઇક નવું પણ બહાર આવે તો નવાઇ નહીં?!
અહીંના ફુડ વિશે ફરીયાદ ઉઠતા આરોગ્ય શાખાની રેડ થવી પણ જરૂરી!

રાજકોટ શહેર રંગીલુ છે જ પણ અહીંના લોકોમાં પણ રંગીન મિજાજ ધરાવે છે સાજે ફ્રી થઇને અને શનિવાર અને રવિવારે તો રાજકોટ શહેરના અનેક લોકો બહાર મન હળવું કરવા નિકળતા હોય છે. કોઇ બગીચામાં જતા હોય તો કેટલાક કાફેમાં ચા-કોફીની મજા માણવા જતા હોય છે. શહેરમાં અનેક કાફે આવેલા છે. અને બધાના નિયમો પણ અલગ અલગ હોય છે. પણ અમુક કાફે વાળાઓ જાણે શહેરીજનોની મજબુરીનો લાભ લેવા જ ખુલ્યા હોય તેવુ વર્તન કરવાની લોકોમાં ફરીયાદ ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરના કિશાનપરા ચોકથી આગળ અને મહીલા કોલેજ અંડરબ્રિજ પહેલા ટી સ્ટ્રીટ નામનું કાફે આવેલુ છે. લોકોમાં આ કાફે વિરૂધ્ધ ફરીયાદ ઉઠવા પામી છે. તે લોકોના વાણી વર્તન અને સર્વિસ તેમજ ખોટા પૈસાની ઉઘરાણી કરવી સહીતના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. !! લોકો આ કાફેને નેગેટીવ રિવ્યુ પણ આપવા લાગ્યા છે. ગુગલમાં તપાસ કરતા માલુમ પડે જ છે કે આ કાફેની હકીકત શું છે.? કારણ કે લોકો દ્વારાપોતાના મનની વાત કાફેના ગુગલ રિવ્યુંમાં આપી છે. છતા પણ અહીયા ઓનરને કદાચ કંઇ પડી નહીં હોય તેટલા માટે શહેરીજનોને અહી હાલાકી ભોગવી ન સાંભળવાનું સાંભળવા મળે છે અને વધુ રૂપિયા ચુકવવા પડે છે!!

શહેરીજનોને ટી સ્ટ્રીટ કાફેમાં થયેલા ખરાબ અનુભવો ગુગલમાં રીવ્યુમાં મન ભરીને નાખેલા છે. કારણકે ઘણા લોકોને અહીંયાથી ખરાબ અનુભવો થયા છે. બીજી વાત કરીએ તો અહીંયા જો 20 મિનિટ સુધી ઓર્ડર કરવામાં ન આવે તો 30 મિનીટ બેસવાનો 100 રૂપીયા ચાર્જ પણ ઉઘરાવામાં આવે છે આ ચાર્જથી લોકો અજાણ હોય છે કારણકે ક્યાય પણ મોટા અને સુવાચ્ય અક્ષરે લખ્યું નથી કે અહીયા કાફેમાં જો 20 મિનિટ સુધી ઓર્ડર નહીં કરોતો 100 રૂપિયા અડધી કલાકના ચાર્જ થશે. મેનુમાં છેલ્લા પેજ પર સાવ જિણા અક્ષરે લખતા અનેક લોકો ભોગ બન્યાનું કહી રહ્યા છે.

Read About Weather here

આ ઉપરાંત અહીં આવતા લોકો સાથે ત્યાના સ્ટાફનું વર્તન ખુબ જ ખરાબ હોવાનું લોકો કહી રહ્યા છે. અનેક લોકોને અહીંના સ્ટાફના ખરાબ વર્તનનું ભોગ બનવુ પડ્યું છે.!!
અનેક ખરાબ અનુભવોનો સામનો જે લોકોએ કર્યો છે.તે લોકો દ્વારા રીવ્યુમાં જણાવ્યું છે કે અહીંયા મોંઘી વસ્તુ અને કચરો ક્વોલિટી છે. ફેમેલી સાથે જવું પણ નહીં, સ્ટાફનું ખરાબ વર્તન સહિતની અનેક હૈયાવરાળો ઠાલવી છે. માટે આ કાફેમાં જતા પહેલા ગુગલમાં રિવ્યુ અવશ્ય જોવા જરૂરી છે.!!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here