યુપીમાં એન્કાઉન્ટર મરનારા લોકોમાં 37 ટકા મુસ્લિમો: ઓવૈસી

    QWAISI-UP-ENCOUNTER
    QWAISI-UP-ENCOUNTER

    Subscribe Saurashtra Kranti here.

    યુપીમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેમાં ઓવૈસીની પાર્ટી પણ પૂરજોશમાં ઝંપલાવવાની

    AIMIMના પ્રમુખ અને સાંસદ અસદૃુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યુ છે.તેમણે યુપી પોલીસ દ્વારા થઈ રહેલા એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે.

    ઓવૈસીએ કહૃાુ હતુ કે, જ્યારથી યુપિમાં ભાજપની સરકાર બની છે ત્યારથી એન્કાઉન્ટર શરુ થયા છે અને તેમાં માર્યા ગયેલામાં ૩૭ ટકા મુસલિમો છે.જ્યારે રાજ્યમાં મુસ્લિમોની વસતી ૧૯ ટકા જેટલી છે.ઓવૈસીએ યુપિમાં એક જનસભાને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી.

    ઓવૈસીએ કહૃાુ હતુ કે, યોગી આદિત્યનાથે કાયદાના ધજાગરા ઉડાવવામાં કોઈ કસર બાકી રાખી નથી.યોગી માત્ર એક જ ધર્મની વાત કરે છે.જ્યારથી યુપિમાં યોગી સરકાર સત્તા પર આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૬૪૫૭ એન્કાઉન્ટર થયા છે અને તેમાં મરનારાઓમાં ૩૭ ટકા મુસ્લિમો છે.આખરે મુસ્લિમો પર આવો જુલમ કેમ થઈ રહૃાો છે.દેશના સૌથી મોટી રાજ્ય યુપીના મુખ્યમંત્રી કહે છે કે, ગોળી મારી દો.

    Read About Weather here

    ઉલ્લેખનીય છે કે, યુપિમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેમાં ઓવૈસીની પાર્ટી પણ પૂરજોશમાં ઝંપલાવવાની છે.જેની તૈયારીઓ ઓવૈસીએ અત્યારથી જ શરુ કરી દીધી છે.ચૂંટણી માટે યુપીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવાની વ્યૂહરચના ઓવૈસીએ અપનાવી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here