યુપીએ કરતાં એનડીએ રાજમાં ત્રણ ગણી વધુ લોન રાઇટ ઑફ થઇ

આરટીઆઇમાં મળેલી ચોંકાવનારી માહિતી

મનમોહન સરકારમાં બેંકોએ ૨,૨૦,૩૨૮ કરોડની લોન રાઇટ ઓફ કરી હતી જ્યારે ૨૦૧૪-૧૯ વચ્ચે ૭,૯૪,૩૫૪ કરોડની લોન રાઇટ ઓફ કરાઇ

ગોટાળા, બેંક કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકાર પર માછલાં ધોનારી એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન માંડી વાળવી પડી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

એક આરટીઆઇ અરજી દ્વારા આ ચોંકાવનારી વિગત બહાર આવી હતી. એનો સાર એટલો હતો કે ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચેના સમયગાળામાં મનમોહન સિંઘની સરકારના શાસનમાં જેટલી લોન રાઇટ ઑફ કરવી પડી હતી એેના કરતાં ત્રણ ગણી લોન નરેન્દ્ર મોદીના પહેલાં પાંચ વર્ષમાં રાઇટ ઑફ કરવી પડી હતી.

મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે બેંકોએ ૨,૨૦, ૩૨૮ કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી. આવું મનમોહન સિંઘની સરકારના દૃસ વર્ષ દૃરમિયાન થયું હતું. બીજી બાજુ એનડીએના ફક્ત પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે ૭,૯૪૩૫૪ કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી.

પૂણે (મહારાષ્ટ્ર)ના એક વેપારી પ્રફુલ્લ સારડાએ એક આરટીઆઇ દ્વારા આ માહિતી મેળવી હતી. મોદી સરકારના શાસનમાં સરકારી બેંકો ઉપરાંત પ્રાઇવેટ બેંકો અને વિદેશી બેંકોની લોન રાઇટ ઑફ કરવાની પણ પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમને પોતાની લોન રાઇટ ઑફ કરવી પડી એવી જાહેર ક્ષેત્રની બે ડઝન, પ્રાઇવેટ સેક્ટરની ત્રણ ડઝન, નવ શેડ્યુલ્ડ કમર્શિયલ બેંક અને ચાર વિદેશી બેંકોનો સમાવેશ થયો હતો.

કોંગ્રેસના દસ વર્ષના શાસન દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોની ૧,૫૮, ૯૯૪ કરોડ, ખાનગી બેંકોની ૪૧,૩૯૧ કરોડની લોન રાઇટ ઑફ કરવી પડી હતી. એની સામે મોદૃી સરકારના પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની ૬,૨૪,૩૭૦ કરોડની, ખાનગી બેંકોની ૧,૫૧, ૯૮૯ કરોડની અને વિદેશી બેંકોની ૧૭,૯૯૫ કરોડની લોન રાઇટ ઑફ કરવાની ફરજ પડી હતી. આમ યુપીએ સરકાર કરતાં એનડીએ સરકારમાં વધુ લોન રાઇટ ઑફ કરવી પડી હતી.