મ્યુચ્યુઅલ ફંડમાં જોઈન્ટ ખાતાઓ માટે હવે નોમીનેશન વૈકલ્પિક

મ્યુચ્યુઅલ ફંડમાં જોઈન્ટ ખાતાઓ માટે હવે નોમીનેશન વૈકલ્પિક
મ્યુચ્યુઅલ ફંડમાં જોઈન્ટ ખાતાઓ માટે હવે નોમીનેશન વૈકલ્પિક

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સંયુક્ત (જોઈન્ટ) રીતે રાખવામાં આવતા મ્યુચ્યુઅલ ફંડ ખાતા માટે કોઈ વ્યક્તિનું નોમીનેશન કરવું ઓપ્શનલ (વૈકલ્પિક) બનાવી દીધું છે.

સેબીએ આ પગલુ એક વર્કીંગ ગ્રુપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશનની સમીક્ષ કરવા અને કારોબારને સરળ બનાવવા માટે ઉપાયોની ભલામણ કર્યા બાદ ઉઠાવ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે જોઈન્ટ ફોલિયો હોલ્ડર્સ માટે કોઈને નોમિનેટ કરવાની જરૂરિયાતોમાં આ છુટ ફાયદાકારક હશે. આથી જીવિત સભ્યને નોમીનેટ માનવામાં આવશે અને નોમિનેશનની પ્રોસેસ સરળ બનશે.

વ્યક્તિગત મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર્સ માટે નોમિની જરૂરી: આ સાથે જ રેગ્યુલેટરે બધા મોજૂદ વ્યક્તિગત મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર્સ માટે કોઈપણ વ્યક્તિને નોમિનેટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2024 નકકી કરાઈ છે. જો તે તેનું પાલન કરવામાં વિફળ રહે છે તો તેમના એકાઉન્ટસ ઉપાડ માટે ‘ફ્રીઝ’ કરી દેવામાં આવશે.

આ છૂટ ફાયદાકારક રહેશે?: મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર્સ માટે નોમિની અનિવાર્ય કરવામાં આવ્યા બાદ રોકાણકાર નોમિનેશન પ્રોસેસમાં લાગેલા છે. આ દરમિયાન રોકાણકારોને લાગ્યું કે જોઈન્ટ રીતે રાખવામાં આવેલ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં જે જીવિત સભ્ય છે તે ઓટોમેટીક રીતે નોમિની જ માનવામાં આવશે.

હવે ફંડ મેનેજમેન્ટનો ખર્ચ ઓછો થશે
સેબીએ ફંડ મેનેજરનાં સંબંધમાં હાલની જોગવાઈને સરળ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે અંતર્ગત સેબીએ ‘ફંડ હાઉસ’ને કોમોડીટી અને રોકાણની દેખરેખ માટે એક જ ‘ફંડ મેનેજર’રાખવાની મંજુરી આપી છે. આથી તેના મેનેજમેન્ટનો ખર્ચ ઓછો આવશે.

સેબીએ જણાવ્યું હતું કે કોમોડીટી આધારીત ફંડ જેમ કે ગોલ્ડ ઈટીએફ (એકસચેંજ ટ્રેડેડ ફંડ) સિલ્વર એટીએફ અને કોમોડીટી બજારમાં ભાગ લેનાર અન્ય ફંડ માટે સમર્પિત ફંડ મેનેજરની નિયુકિત વૈકલ્પિક હશે.ઘરેલુ અને વિદેશી કોમોડીટી ફંડ માટે એક ફંડ મેનેજરની નિયુકિતનું લક્ષ્ય તેના મેનેજમેન્ટનાં ખર્ચને ઘટાડવાનો છે.