મોદી ડરપોક, આપણી જમીન ચીનને આપી દીધી : રાહુલ ગાંધી

પવિત્ર કૈલાશ શિખરનો વિસ્તાર સરકારે ચીનને કેમ આપી દીધો? ફીંગર-4 આપણી ભૂમિ હોવા છતાં ભારતીય સૈનીક જવાનોને ફીંગર-3 પર કેમ પાછા બોલાવી લીધા? કોંગ્રેસ નેતાના જોરદાર પ્રહારો

એલએસી પર ડ્રેગન સાથે સમજૂતીના મામલે સવાલોની ધણધણાટી બોલાવ

એલએસી પર ચીન સાથે થયેલી સમજૂતી સામે અનેક સવાલો ઉઠાવતા કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ભારતની ભૂમિ ચીનને આપી દેવાના આક્ષેપ સાથે મોદી સરકાર પર અત્યાર સુધીના સૌથી આકરામાં આકરા પ્રહારો કર્યા હતા. જેનાથી રાજકીય લોબીમાં સનાટો મચી ગયો છે. રાહુલ ગાંધીએ વિવાદા સ્પષ્દ વિધાન કરતા એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડરપોક છે. ભારતની ભૂમિ ચીનને આપી દીધી છે. મોદી ચીનની સામે ટક્કર લઇ શકે તેમ નથી.

કોંગ્રેસના વડામથકે પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ એલએસી સમજુતી વિશે શંકાઓ દર્શાવી અનેક સવાલોનો મારો ચલાવ્યો હતો. એમણે કહયું હતું કે, આ વડાપ્રધાન દેશની ભૂમિનું રક્ષણ કરી શકયા નથી. આપણી જમીન ચીનને આપી દીધી છે. વડાપ્રધાન ડરપોક છે. ચીન સામે ઉભા રહી શકે તેમ નથી. પાંગોંગ લેક વિસ્તારમાં ફીંગર-4 પરથી ભારતીય સેના કેમ પાછી બોલાવી લીધી એવો વેધક સવાલ કરતા રાહુલે જણાવ્યું હતું કે, ફીંગર-4 એ આપણી ભૂમિ છે અને ભારતીય સૈનીકો ત્યાં તૈનાત્ત હતા એમને ફીંગર-3 પર પાછા બોલાવી લેવામાં આવ્યા છે. એટલે ચીન સાથે કયાં પ્રકારનો સોદો થયો છે, શું સમજુતી થઇ છે એ સરકારે દેશ સમક્ષ જાહેર કરવું જોઇએ.

ત્યારે સચાઇ તો એ છે કે, ભારતની જમીન ચીનને આપી દેવામાં આવી છે. રાહુલે જણાવ્યું હતું કે, દેપશાંગ વિસ્તારમાં હજુ ચીની દળો અડ્ડો જમાવીને બેઠા છે. પવિત્ર કૈલાશ માળાના શીખરો પરથી આપણે જવાનોને શું કામ પાછા લઇ લીધા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દેપશાંગમાં ચીનના કબજા અંગે રાજયસભામાં એક અકશર બોલ્યા નથી. દેપશાંગનું શું ? ત્યાંથી ચીની દળો કયારે પાછા હટશે. એ વીશે સરકારે વિગતો જાહેર કરવી જોઇએ.