મોટી બસ ૯ લાખે અને નાની બસ ૭ લાખે સ્‍ક્રેપમાં મૂકવાનો નિર્ણય, પણ કેટલા કિમી ચલાવવી તેની સ્‍પષ્‍ટતા નહીં

મોટી બસ ૯ લાખે અને નાની બસ ૭ લાખે સ્‍ક્રેપમાં મૂકવાનો નિર્ણય, પણ કેટલા કિમી ચલાવવી તેની સ્‍પષ્‍ટતા નહીં
મોટી બસ ૯ લાખે અને નાની બસ ૭ લાખે સ્‍ક્રેપમાં મૂકવાનો નિર્ણય, પણ કેટલા કિમી ચલાવવી તેની સ્‍પષ્‍ટતા નહીં

રાજયમાં બનતી સલામતી સવારીની ઘટનામાં એસટી તંત્ર સતર્ક બન્‍યું છે. આથી હવે મર્યાદા કરતા વધુ કિમી દોડતી બસોને સ્‍ક્રેપમાં મોકલી આપવાનો ધમધમાટ શરૂ થયો છે. પરિણામે સુરેન્‍દ્રનગર એસટી ડેપોમાં પણ મર્યાદા કરતા વધુ કિમી દોડેલી અને મુસાફરો માટે સારી હાલતમાં ન હોય તેવી કુલ ૪ એસટી બસોને સ્‍ક્રેપમાં મોકલી આપવાની વિગતો બહાર આવી હતી. આથી જ આ ૪ બસોમાંથી તો ૩ બસો એવી હતી કે ૧૦,૫૦,૦૦૦ કિમી રોડ ઉપર મુસાફરોને લઇને દોડી ચૂકી હતી.

ધોળકા ડિવિઝનની અમદાવાદથી ધોળકા જતી બસમાં ગત માર્ચ માસમાં વીજકરંટથી આગ લાગી હતી. આ ઘટના બાદ ડેપો મેનેજર સહિત એક કર્મીને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા. ઘટનાની પ્રાથમિક વિગતમાં આ બસ ૯ લાખ કિમી ફરી ચૂકી હોવાનું અને વીજકરંટના કારણે આગ લાગ્‍યાનું બહાર આવ્‍યું હતું.

બીજી તરફ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મુસાફરો માટે સુરેન્‍દ્રનગર એસટી ડેપોમાં અંદાજે ૬૬ બસ દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્‍યારે આ ડેપોમાં પણ મર્યાદા કરતા વધુ કિમી દોડેલી બસો ધ્‍યાને આવી હતી. જેમાં ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં ૨ તેમજ માર્ચ માસમાં ૨ એમ કુલ ૪ બસ સ્‍ક્રેપમાં મોકલી દેવામાં આવી હતી. આ બસો ૭થી ૯ લાખ કિમીની મર્યાદાવાળી બસો રોડ પર અંદાજે ૧૦,૫૦,૦૦૦ કિમી દોડી હતી.

હાલમાં રહેલી એસટી બસોના કારણે એક વર્ષમાં એસટી બસને કોઇ અકસ્‍માત નડ્‍યો ન હતો. તેમજ એક માસમાં કોઇ બ્રેકડાઉન થઇ નહીં હોવાની વિગતો બહાર આવી હતી. આ ૪ બસમાંથી ૧ નાની બસી બોડી ખરાબ, પતરા નીકળી ગયા હતા તેમજ તેની સ્‍થિતિ સારી ન હોવાથી સ્‍ક્રેપમાં મોકલાઇ હતી. આ અંગે સુરેન્‍દ્રનગર એસટી ડેપો મેનેજર વિપુલભાઈ ચૌધરીએ જણાવ્‍યું કે, આ ૪ બસની સામે ૭ નવી સાથે હાલ કુલ ૨૦ નવી બસની સુવિધા ડેપોમાં છે.