મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ આજે રાજકોટમાં

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને શિવાજી મહારાજ પ્રસિધ્ધ પ્રતિષ્ઠાન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત જાણતા રાજા મહાનાટ્યનું આયોજન રેસકોર્સ મેદાન, ખાતે તા.24 મેથી 28 મે સુધી સમય સાંજે 7:30 થી રાત્રિના 10 વાગ્યા સુધી કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મહાનાટ્ય સમારોહના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નવસારીના સંસદસભ્ય સી.આર.પાટીલ રહેશે. તેમજ મંત્રીઓ સર્વે જીતુભાઈ વાઘાણી, હર્ષભાઈ સંઘવી, અરવીંદ રૈયાણી તથા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. અતિથી વિશેષ તરીકે મેયર ડો. પ્રદિપ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર, સાંસદો સર્વે મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, લાખાભાઈ સાગઠીયા, ગીતાબા જાડેજા, લલીતભાઈ વસોયા, જાવેદ પીરઝાદા મોહમ્મદ, લલીત કગથરા, ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, જાણતા રાજા એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટ્ય છે.

Read About Weather here

અત્યાર સુધીમાં આ નાટ્યના 1000થી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. આ નાટકમાં કુલ 300 જેટલા કલાકારો ભાગ લેનાર છે. જેમાંથી 125 કલાકારોને રાજકોટના છે અને મહારાષ્ટ્રના 125 કલાકારો ભાગ લેનાર છે. આ મહાનાટ્યમાં મનુષ્યો સિવાય જીવંત કલાકારોમાં 1 હાથી, 6 ઘોડા, 4 ઉંટ અને 1 બળદગાડાનો સમાવેશ થાય છે. જાણતા રાજા મહાનાટ્ય અંદાજિત 5,000 લોકો એક સાથે જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 4 એલ.ઈ.ડી સ્ક્રિનની સુવિધા પણ કરવામાં આવી છે. આ મહાનાટ્ય જોવા આવનાર પ્રજાજનો માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા સુવિધા રમેશ પારેખ ઓપન એર થિયેટર નજીક કરવામાં આવી છે. વી.વી.આઈ.પી અને વી.આઈ.પી માટેની એન્ટ્રી અનુક્રમે ફનવર્લ્ડ ગેટ તથા પોલીસ હેડક્વાટર ગેટ પાસેથી રહેશે તેમજ પ્રજાજનોની એન્ટ્રી એરપોર્ટ રોડની સામેના ગેટ ઉપરથી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here