મિજાજી મેઘરાજનનું મુંબઈમાં મહેર:મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો

મિજાજી મેઘરાજનનું મુંબઈમાં મહેર:મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો
મિજાજી મેઘરાજનનું મુંબઈમાં મહેર:મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો

ચોમાસાનાં આગમનના એકાદ મહિના બાદ દેશના આર્થિક એવા મુંબઈએ ચોમાસામાં અસલી રંગ નિહાળ્યો હોય તેમ અનરાધાર વરસાદથી મુંબઈ પણી-પાણી થઈ ગયુ હતું અનેક ભાગોમાં માત્ર 6 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જનજીવન સ્થગીત થઈ ગયુ હતું. રેલ-વિમાની સેવા પ્રભાવીત બની હતી.ઉપરાંત આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

મિજાજી મેઘરાજનનું મુંબઈમાં મહેર:મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો વરસાદ

નૈઋત્ય ચોમાસાનું આગમન ગત મહિનામાં જ થઈ ગયુ હતું પરંતુ હજુ સુધી મેઘરાજાએ અસલી મિજાજ દેખાડયો ન હતો ત્યારે ગઈ મધરાત બાદ મુંબઈ પર એકાએક વાદળોના ડેરા તંબુ સર્જાયા હતા અને અનરાધાર વરસાદના મંડાણ થયા હતા. મોડીરાત્રે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીમાં મહાનગરમાં અનેક ભાગોમાં 300 મીમી સુધીનો વરસાદ વરસી ગયો હતો.

હવામાન વિભાગનાં સતાવાર રિપોર્ટ પ્રમાણે શાંતાક્રુઝ વિસ્તારમાં સરેરાશ સાડા દસ ઈંચ (267 મીમી), તથા કોલાબા ક્ષેત્રમાં સરેરાશ સાડા ત્રણ ઈંચ (84) મીમી પાણી વરસ્યુ હતું. જોકે અનેક પરા ક્ષેત્રોમાં વરસાદનો આંકડો 300 મીમી કે તેથી પણ વધુ હતો.

મિજાજી મેઘરાજનનું મુંબઈમાં મહેર:મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો વરસાદ

આખી રાત વરસેલા મુશળધાર વરસાદને કારણે મોટાભાગનાં વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા.અનેક ભાગોમાં જળબંબાકાર સર્જાતા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

સરકારી સુત્રોએ કહ્યું કે દાદરમાં હાલત ગંભીર બની હતી. માર્ગોથી માંડીને રેલવે ટ્રેક પર સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. માર્ગો પર કાર પણ અર્ધી ડુબી ગઈ હતી. તેના પરથી જ જળબંબાકારની સ્થિતિનો અંદાજ આવી જતો હતો. રેલવે ટ્રેક પર પાણી ભરાતા લોકલ રેલ સેવા પણ પ્રભાવીત થઈ હતી. એરપોર્ટ સુધી પહોંચવામાં પ્રવાસીઓને મુશ્કેલી હતી. જેને પગલે વિસ્તારા સહીતની એરલાઈન્સે પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરી હતી.

સમગ્ર મહાનગર પાણી-પાણી હોવાથી અને માર્ગ વ્યવહારમાં અવરોધ હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. સાયન, ભાંડૂપ તથા નાહુર સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવા પ્રભાવીત થઈ હતી. રેલવે ટ્રેક પાણીમાં ડુબી ગયા હોવાથી એકાદ કલાક ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. હાર્બર લાઈનની રેલ સેવાને પણ અસર હતી. સીએસટી, કુર્લા, વિક્રોલી, સહીતના સ્ટેશનોએ અસર હતી.

મિજાજી મેઘરાજનનું મુંબઈમાં મહેર:મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો વરસાદ

સ્થાનિક સુત્રોના કહેવા પ્રમાણે અંધેરી, કુર્લા, ભાંડુપ, કીંગ સર્કલ, દાદર સહીતનાં અનેક ભાગોમાં ભારે જળબંબાકારની હાલત હતી. ડ્રેનેજ લાઈન જામ થતા પાણીનો ભરાવો વધ્યો હતો. અનેક સબ-વે પણ પાણી ભરાતા બંધ કરી દેવાયા હતા.

બેસ્ટની બસ સેવા પણ પ્રભાવીત થઈ હતી. કેટલીક ટે્રનો રદ કરી દેવામાં આવી હતી. હવામાન વિભાગના સુત્રોએ કહ્યું કે સવારથી વરસાદનું જોર થોડુ ધીમુ પડયુ હતું. છતા આવતા ચોવીસ કલાકમાં હજુ ભારે વરસાદ થવાની શકયતા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here