મારી પાર્ટી ચૂંટણી જીતશે તો ગૃહિણીઓને દર મહિને પગાર આપશે: કમલ હસન

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને મક્કલ નીધી મૈયમ એટલે કે એમએનએમ નામની પાર્ટી બનાવી છે.કમલ હસને તામિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી તેજ કરી દૃીધી છે.

કમલ હસને જનતાને જે ચૂંટણી વાયદા કર્યા છે તે ચર્ચાનો વિષય બની રહૃાા છે અને આ પૈકીનો એક વાયદો કદાચ અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષે જનતાને કર્યો નથી.કમલ હસને કહૃાુ છે કે, મારી પાર્ટી જો ચૂંટણી જીતીને સત્તા પર આવીશ તો ગૃહિણીઓને દૃર મહિને પગાર આપવામાં આવશે.

કમલ હસનના આ વાયદૃાની કોંગ્રેસના સાંસદ શશી થરુરે પણ પ્રશંસા કરી છે.કમલ હસને પોતાની પાર્ટીનો પ્રચાર પણ શરુ કરી દીધો છે.પાર્ટીનુ કહેવુ છે કે, મહિલાઓને શિક્ષા, રોજગાર અને ઉદ્યોગ થકી સશક્ત બનાવવામાં આવશે.જે મહિલાઓ ઘર સંભાળે છે તેમને સમાજ તરફથી નજર અંદાજ કરવામાં આવે છે.તેઓ ઘરમાં જે કામ કરે છે તેના પર ધ્યાન અપાતુ નથી એટલે પાર્ટી ગૃહિણીઓને માસિક વેતન આપશે.

દરમિયાન હસને ડીએમકે અને એઆઈડીએમકે પર નિશાન સાધતા કહૃાુ છે કે, જનતા હવે બંને પાર્ટીઓથી કંટાળી ગઈ છે અને બદલાવ ઈચ્છે છે.મારી પાર્ટીને લોકોનો મળી રહેલો પ્રેમ એ વાતનુ પ્રમાણ છે કે, લોકો ભ્રષ્ટાચારથી થાકયા છે.