માત્ર O જ નહીં, વૈજ્ઞાનિકોએ A બ્લડ ગ્રુપને પણ બનાવ્યું યુનિવર્સલ ડોનર

વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકો

વૈજ્ઞાનિકોએ મનુષ્યના આંતરડામાં (Gut) એવા માઈક્રોબ્સ શોધ્યા છે

Subscribe Saurashtra Kranti here

વિશ્ર્વમાં હવે માત્ર ઓ બ્લડ ગ્રુપ જ યુનિવર્સલ ડોનર નહીં રહે. કેનેડાના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના બેક્ટેરિયલ એન્ઝાઈમનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ એને પણ યુનિવર્સલ ડોનર બનાવી દીધું છે. આ કારણે હવે હોસ્પિટલોમાં લોહીની તંગીના કારણે ઓછા દર્દીઓના મોત થશે અને વધુને વધુ દર્દીઓની લોહીની જરૂરિયાત પૂરી કરી શકાશે.

માત્ર અમેરિકામાં જ દરરોજ ઈમરજન્સી સર્જરી, શિડ્યુલ્ડ ઓપરેશન અને રૂટિન ટ્રાન્સયુજન માટે ૧૬,૫૦૦ લિટર લોહીની જરૂર પડે છે. પરંતુ દર્દીને કોઈ પણ ગ્રુપનું લોહી ન ચડાવી શકાય. સફળ ટ્રાન્સયુજન માટે ડોનરનું બ્લડ ગ્રુપ દર્દીના લોહીના પ્રકાર સાથે મેચ થાય તે જરૂરી છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યના આંતરડામાં (Gut) એવા માઈક્રોબ્સ શોધ્યા છે જે બે પ્રકારના એન્ઝાઈમ કાઢે છે.

આ એન્ઝાઈમની મદદથી વૈજ્ઞાનિકોએ ટાઈપ-એ એટલે કે એ બ્લડ ગ્રુપને યુનિવર્સલ ડોનરમાં ફેરવી દીધું છે. જો આ પ્રક્રિયા મોટા પાયે સફળ થશે તો મેડિકલ સાયન્સમાં મોટી ક્રાંતિ આવશે.

મનુષ્યમાં A, B, AB અને O એમ ૪ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. તેને લાલ રક્ત કોષ (RBC)ની ચારે બાજુ જે સુગર મોલીક્યુલસ કણો હોય છે તેના આધારે ઓળખવામાં આવે છે. જો કોઈ મનુષ્યનું બ્લડ ગ્રુપ એ હોય અને તેને B બ્લડ ગ્રુપનું લોહી આપવામાં આવે તો આ સુગર મોલીક્યુલસ કણ જેને બ્લડ એન્ટીજન કહે છે તે RBC પર હુમલો કરી દે છે. ઈમ્યુન સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે અને ગંભીર પરિસ્થિતિમાં મનુષ્યનું મૃત્યુ થાય છે.

Read About Weather here

બ્લડ ગ્રુપ ઓમાં આવા એન્ટીજન ન હોવાના કારણે તે અત્યાર સુધી યુનિવર્સલ ડોનર ગણાતું હતું. સામાન્ય રીતે હોસ્પિટલમાં તેની માંગ સૌથી વધારે રહેતી હોય છે કારણ કે, ઈમરજન્સી કેસમાં પીડિતોનું બ્લડ ગ્રુપ ચેક કરવાનો સમય નથી રહેતો. આ કારણે સમગ્ર વિશ્ર્વમાં ઓ બ્લડ ગ્રુપની હંમેશા તંગી રહે છે પરંતુ આ નવી શોધના કારણે વૈજ્ઞાનિકો બ્લડ ગ્રુપ એના એન્ટીજન દૃૂર કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here