માઉન્ટ એવરેસ્ટના સુધી પહોંચ્યો કોરોના!

માઉન્ટ એવરેસ્ટ
માઉન્ટ એવરેસ્ટ

દુનિયાનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જ્યાં કોરોના વાયરસ ના પહોંચ્યો હોય પણ હવે કોરોના વાયરસ માઉન્ટ એવરેસ્ટની પહાડીઓ સુધી પણ પહોંચી ચુક્યો છે.

મળતી વિગતો પ્રમાણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી રહેલો નોર્વેનો એક પર્વતારોહી સંક્રમિત થયો છે. જેનાથી નેપાળની ચિંતા વધી ગઈ છે.

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉનના પગલે પર્વતારોહણની સીઝન બરબાદ થઈ ગઈ હતી. આ વર્ષે નેપાળે મોટી સંખ્યામાં પર્વતારોહીઓને આકર્ષવા માટે ક્વોરેન્ટાઈનના નિયમોમાં છુટછાટ આપી છે. જેના પગલે કેટલાક પર્વતારોહીઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે નેપાળ પહોંચી રહૃાા છે. આવા જ એક નોર્વેના પર્વતારોહી અર્લેન્ડ નેસે એક ન્યૂઝ એજન્સીને મોકલેલા સંદેશમાં કહ્યું હતુ કે, હું કોરોનાથી સંક્રમિત થયો છુ અને હોસ્પિટલમાં મારી સારવાર ચાલી રહી છે.

Subscribe Saurashtra Kranti here

તે વખતે નેસ એવરેસ્ટના બેઝ કેમ્પ પર હતા તેમનામાં કોરોનાના સંક્રમણના લક્ષણો દેખાવા માંડ્યા હતા. એ પછી તેમને હેલિકોપ્ટર થકી ત્યાંથી એરલિટ કરીને કાઠમાંડુના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેસની ટુકડીના અન્ય એક શેરપાને પણ કોરોના થયો છે.

Read About Weather here

નેસે કહૃાુ હતુ કે, હું ઈચ્છુ છું કે, બાકીના સભ્યોને કોરોના ના થાય. કારણકે ૮૦૦૦ ફૂટની ઉંચાઈએ હાજર વ્યક્તિને હેલિકોપ્ટર થકી બહાર લઈ જવી મુશ્કેલ છે. ઉંચાઈ પર શ્ર્વાસ લેવામાં એમ પણ તકલીફ પડતી હોય છે અને ઉપરથી કોરોનાનુ સંક્રમણ ખતરો વધારી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here