મહિલા સાથે ફેસબુકમાં મિત્રતા કેળવી ઓનલાઈન છેતરપીંડી કરનાર યુવાનને પકડયો

મહિલા સાથે ફેસબુકમાં મિત્રતા કેળવી ઓનલાઈન છેતરપીંડી કરનાર યુવાનને પકડયો
મહિલા સાથે ફેસબુકમાં મિત્રતા કેળવી ઓનલાઈન છેતરપીંડી કરનાર યુવાનને પકડયો

 મહિલાઓના નામના ફેક ફેસ બુક આઈડી બનાવી મહિલા સાથે મિત્રતા કેળવી ઓનલાઈન છેતરપીંડી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી સાઈબર પોલીસે દબોચી લીધો છે. મુળ નાની મોણપરી હાલ મહારાષ્ટ્રના નાયગાંવ ઓનેર્ટ ગેલેકસી ડી વીંગ 1404માં રહેતો આરોપી ચેતન જેન્તી રાખોલીયા પટેલ ઉ.35 આ શખ્સ ફેસબુક મારફત મહિલાઓ સાથે મિત્રતા કેળવી અલગ અલગ મહિલાઓ સાથે લગ્ન માટે ટેલીફોનીક વાતચીત કરાવી મહિલાઓને લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી લેતો હતો. સાઈબરના પોલીસ ઈન્સ્પેકટર સી.વી. નાયક પોલીસ સબ ઈન્સ. બી.ડી. માવદીયા, એસ.એ. ગઢવી સહિતના સ્ટાફે આ ભેદ ઉકેલવા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીને મહારાષ્ટ્રથી દબોચી લાવી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

 આરોપી ચેતન જેન્તી રાખોલીયાના નામે ચાર ગુનાઓ સામે આવ્યા છે. જેની વિગત મુજબ સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશનમાં ફ્રોડની રકમ 2,52,888, ખેડાના મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફ્રોડની રકમ 5308 અને અમરેલી જીલ્લાના બાબરા પોલીસમાં 71,500ની ફ્રોડ કર્યાની વિગતો સામે આવી છે.