મહારાષ્ટ્રના ગૃહ મંત્રીનું લક્ષ્ય 100 કરોડ હતુ, તો બાકીના મંત્રીઓનું કેટલું હતુ?

    ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે
    ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે

    Subscribe Saurashtra Kranti here.

    કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને કહૃાુ હતુ કે, આ ભ્રષ્ટાચાર નથી બલ્કે ઉઘાડી લૂંટ છે

    ઉદ્ધવ સરકાર પર ભાજપનું નિશાન

    અનિલ દેશમુખ ૧૦૦ કરોડ પોતાના માટે ઉઘરાવતા હતા કે પાર્ટી માટે?

    મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લખેલા લેટર બોમ્બ બાદ હવે મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની સરકાર પર ભાજપે એક પછી એક હુમલા શરુ કર્યા છે.

    આખા દેશમાં ચકચાર મચાવનાર આ મામલામાં પરમબીર સિંહે પોતાના પત્રમાં ખુલાસો કર્યો હતો કે, મને ગૃહ મંત્રી અનિલ દેશમુખે મુંબઈમાંથી દર મહિને ૧૦૦ કરોડ ઉઘરાવવા માટે ટાર્ગેટ આપ્યો હતો.આ સંદર્ભમાં આજે કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને કહૃાુ હતુ કે, આ ભ્રષ્ટાચાર નથી બલ્કે ઉઘાડી લૂંટ છે.ખંડણી માંગવી એક અપરાધ છે અને આ મામલામાં જો શરદ પવારને બ્રિફિંગ કરાઈ રહૃાુ છે ત્યારે સવાલ ઉભો થાય છે કે, સરકારમાં તો શરદ પવાર છે નહીં તો તેમને કેમ જાણકાકરી આપવામાં આવી રહી છે અને એક સવાલ એ પણ છે કે, શરદ પવારે પોતાના સ્તરે શું કાર્યવાહી કરી..આ અપરાધને રોકવા માટે તેમણે કોઈ પગલા ભર્યા હતા ખરા?

    તેમણે કહૃાુ તહુ કે, શરદ પવારની ચૂપ્પી અને ઉધ્ધ ઠાકરેની શાંતિ તથા મુંબઈ પોલીસના સસ્પેન્ડ અધિકારી સચિન વાજેનો બચાવ કરવાની હરકતે ઘણા સવાલો ઉભા કર્યા છે.સચિન વાજે એક આસિસટન્ટ સબ ઈન્સ્પેક્ટર હતો અને તેને ક્રાઈમ બ્રાન્ચનો ચાર્જ અપાયો હતો.એક તરફ સચિન વાજેને મુખ્યમંત્રી ઠાકરે બચાવે છે અને બીજી તરફ હોમ મિનિસ્ટર કહે છે કે, મને ૧૦૦ કરોડ રુપિયા ઉઘરાવીને આપો.આ બહુ ગંભીર મામલો છે.તેની ગંભીર તપાસ જરુરી છે.કારણકે તેમાં શરદ પવાર અને મુંબઈ પોલીસની ભૂમિકા છતી થશે.

    પ્રસાદે કહૃાુ હતુ કે, એક સચિન વાજે પાસે આવા બીજા કેટલા કામ કરાવવામાં આવ્યા હતા…એક ઈન્સ્પેક્ટરને મુ્ખ્યમંત્રી બચાવે તેવુ દેશમાં મેં બીજે ક્યાંય જોયુ નથી.આખરે વાજેને બચાવવામાં શું મજબૂરી છે.વાજેના પેટમાં એવા કયા રહસ્યો છુપાયેલા છે.આ વાતને સમજવી પડશે.

    Read About Weather here

    પ્રસાદે સવાલ ઉઠાવ્યો હતો કે, અનિલ દેશમુખ મહિને ૧૦૦ કરોડ પોતાના માટે ઉઘરાવી રહૃાા હતા કે પોતાની પાર્ટી એનસીપી માટે કે પછી ઠાકરે સરકાર માટે ? આનો જવાબ શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરેએ આપવો પડશે.ઠાકરે સાહેબ જાહેર કરે કે આખા મહારાષ્ટ્રનો શું ટાર્ગેટ હતો.બીજા મંત્રીઓએ પણ કેટલા ટાર્ગેટ નક્કી કર્યા હતા.આ ઉઘાડી લૂંટ છે.

    તેમણે કહૃાુ હતુ કે, જય મહારાષ્ટ્ર શબ્દ આપનારા બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉધ્ધવ ઠાકરેએ બેઈમાનોની સરકાર બનાવીને પોતાના પિતાની ગરીમાને ઝાટકો આપ્યો છે. ઉધ્ધવ ઠાકરેની સરકાર સત્તા પર રહેવાનો અધિકાર ગુમાવી ચુકી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here