મહાપાલિકાને એક વર્ષમાં નવા વાહનોના કરપેટે 10.30 કરોડની આવક

મહાપાલિકાને એક વર્ષમાં નવા વાહનોના કરપેટે 10.30 કરોડની આવક
મહાપાલિકાને એક વર્ષમાં નવા વાહનોના કરપેટે 10.30 કરોડની આવક

જામનગર મહાનગરપાલિકાને નાણાંકીય વર્ષ 2023/24ના વર્ષમાં વાહન કરની આવક  રૂ.10 કરોડ અને 30 લાખે પહોંચી હતી.શહેરમાં એક વર્ષમાં 20916 વધુ નવા વાહનો નોંધાયેલ છે.જેમાં સોથી વધુ ટુ વહીલસ વાહનોની સંખ્યા 16155 છે. બજેટના લક્ષયાક કરતા વધુ આવક થવા પામી હતી.

જામનગર  મહાનગરપાલિકા દ્રારા શહેરમાં નવા આવતા વાહનોના માલિકો પાસેથી  નિયમમુજબ વાહનકરની વસુલાત કરવામાં આવે છે.જેમાં વાહનની કિંમત ઉપર  એક લાખથી  2 લાખ સુધી એક ટકા અને  બે થી પંદર લાખ સુધીની કિંમતના  2 ટકા   અને 15 લાખથી ઉપરની કિંમતના વાહન ઉપર 2.50 ટકા વાહન કર વસુલાત કરવામાં આવે છે.

વાહનચાલકો પાસેથી વાહનટેક્સની  વસુલાત કરવામાં આવે છે.જેમાં ઇલેક્ટ્રિક વાહન કરમાં ભરવાની રકમ ઉપર 50 ટકા રાહત આપવામાં આવે છે.તેજ રીતે  સી.એન.જી વાહનમાં ભરવાની થતી રકમમાં 30 ટકાની વસુલાત કરવમાં આવે છે. દિવ્યાગો માટે 100 ટકા કરમુક્તિ છે.

મહાનગરપાલિકાને નાણાકીય  2023/24  વર્ષ દરમ્યાન  કુલ વાહનનો 20916 નોંધાયા હતા.જેના કરની આવક રૂ.10 કરોડ અને 30 લાખ થવા પામી હતી. જેમાં ફોર વહીલસ વાહનો 3260 નોંધાયા હતા. ટુ વહીલસ 16155  વાહનો નવા આવ્યા હતા.જ્યારે થ્રિ વહીલસ રિક્ષાઓ 1287 ના કરની આવક થઈ છે. વર્ષ દરમ્યાન કુલ 9 બસ અને 4 મીની બસ  ઉપરાંત 16 ટ્રક નોંધાયા હતા.જ્યારે ટ્રેકટર 148 નવા આવ્યા હતા.તો જેસીબી,હીટાચી જેવા ભારે વાહનો 36 નવા  આ આવતા તેના માલિકો પાસેથી ટેક્સની આવક વસુલવામાં આવી હતી.આમ  એક વર્ષમાં કુલ 20916 વાહનો નવાનો ઉમેરો થયો હતો