મહાનગર મુંબઇને ફરી કોરોનાનો અજગર ભરડો

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

એક જ દિવસમાં 721 નવા કેસ નોંધાયા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ફરી ચિમકી આપી, જો લોકો નહીં સુધરે તો નાછુટકે લોકડાઉન

રાજયના જળ સંશાધાન મંત્રી જયંત પાટીલને પણ કોરોના

મહારાષ્ટ્રના પાટનગર મહાનગર મુંબઇને ફરી કોરોના અજગર ભરડો લઇ રહયો છે. ગત જાન્યુઆરી માસ બાદ પહેલી વખત મુંબઇમાં કોરોનાના 721 નવા કેસો નોંધાયા છે. જેના કારણે હલચલ મચી ગઇ છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 3.15 લાખ પર પહોંચી ગઇ છે. છેલ્લા પાંચ દિવસથી સતત 500 થી વધુ કેસો નોંધાઇ રહયા છે. પરિણામે મુંબઇના અનેક વિસ્તારો અને મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે વારંવાર ચેતવણી આપી રહયા છે કે, જો