મહાનગરોમાં મીની લોકડાઉન…!!

મહાનગરોમાં મીની લોકડાઉન...!!
મહાનગરોમાં મીની લોકડાઉન...!!

ધોરણ-1 થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ

હોટલ અને રેસ્ટોરન્ટમાં 75 ટકા શ્રમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 18,583 સક્રિય કેસ છે. તેમજ શુક્રવારે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોનાના નવા 5396 કેસ નોંધાયા છે.

નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના નવા 2281 નોંધાયા છે. જ્યારે સુરતમાં નવા 1350 કેસ નોંધાયા છે. વડોદરામાં 239 અને રાજકોટમાં 203 કેસ નોંધાયા છે.

આ પરિસ્થિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મહાનગરોમાં નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યના મહાનગરોમાં અમલ અચૂકપણે કરવો તે આવશ્યક છે. જેમાં અનેક નિયમો જાહેર કરાયા છે. 

હવેથી રાજ્યના 10 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. તેમાં અમદાવદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, આણંદ અને  નડીયાદમાં દરરોજ રાતીના 10 થી સવારના 6 વાગ્યા સુધી  રાત્રી ફર્યું અમલમાં રહેશે.

તેની સાથોસાથ  ધો.1થી 9ની શાળાઓમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે, હોટલ અને રેસ્ટોરન્ટમાં 70% શ્રમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

 જયારે  સામાજિક ધાર્મિક મેળાવડામાં માત્ર 400 લોકોને છૂટ અપાઈ છે.  અંતિમવિધિ અને દફનવિધિમાં 100 લોકોની મંજૂરી અપાઈ છે, જયારે બેગ બગીચાઓ પણ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

હોટેલ-રેસ્ટોરાંમાં બેઠક ક્ષમતા ૭૫% સાથે રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકશે તેમજ હોમ ડિલિવરી રાત્રે 11 વાગ્યા સુધી કરી શકાશે. લાઈબ્રેરી ,સ્વિમિંગ પુલ, સિનેમા હોલ અને જીમમાં શ્રમતાના 50 ટકાને મંજૂરી  તેમજ બસમાં શ્રમતાના 75 ટકા મુસાફરીને પરવાનગી આપવામાં આવી છે.

ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50% ક્ષમતામાં મંજૂરી ધો. 1 થી 9 ના ઓફલાઇન વર્ગ બંધ  રહશે,31 જાન્યુઆરી સુધી બંધ વર્ગ કરાયા છે  માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.

Read About Weather here

સરકાર દ્વારા મહાનગરોમાં આ હુકમનો ભંગ કરવામાં આવશે તો કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે સજાને પત્ર થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here