ભારતીય સિનેમાના પિતાના જીવન પર આધારિત ફિલ્મ લઈને આવશે એસએસ રાજામૌલી

ભારતીય સિનેમાના પિતાના જીવન પર આધારિત ફિલ્મ લઈને આવશે એસએસ રાજામૌલી
ભારતીય સિનેમાના પિતાના જીવન પર આધારિત ફિલ્મ લઈને આવશે એસએસ રાજામૌલી

ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ આરઆરઆર ના દિગ્દર્શક એસએસ રાજામૌલી હવે ભારતીય સિનેમાના પિતા દાદા સાહેબ ફાળકેના જીવનને દર્શાવતી બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક નીતિન

કક્કર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે. ફિલ્મનુ નામ મેડ ઇન ઈન્ડિયા રાખવામા આવ્યું છે. એસએસ રાજામૌલીએ બાહુબલી અને આરઆરઆર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

દાદા સાહેબ ફાળકેને ફાધર ઓફ ઈન્ડિયન સિનેમા તરીકે જાણવામાં આવે છે. તેમણે ૧૯૩૧માં દેશની પ્રથમ ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી.

મેડ ઈન ઈન્ડિયાની જાહેરાત કરતી વખતે એસએસ રાજામૌલીએ ટ્વિટર એક્સ પર લખ્યું કે જ્યારે મે ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે હું રડી પડયો. અને મે તરતજ આ બાયોપિક બનાવવા માટે હા કરી દીધી.