ભારતમાં વેચાતુ નેસ્લેનુ બેબી ફુડ હાનિકારક

ભારતમાં વેચાતુ નેસ્લેનુ બેબી ફુડ હાનિકારક
ભારતમાં વેચાતુ નેસ્લેનુ બેબી ફુડ હાનિકારક

જાણીતી આંતરરાષ્ટ્રીય કંપની નેસ્લે ઈન્ડીયા દ્વારા તેના બેબી ફુડમાં અમેરિકા અને યુરોપ કરતા ભારતમાં વેચાતા બાળકો માટેના મિલ્ક પાવડરમાં વધુ ખાંડ નંખાતી હોવાનો ઘટસ્ફોટ થતા જ હવે તેની સામે વધુ આકરા પગલા તોળાઈ રહ્યા છે તો આ અહેવાલના પગલે નેસ્લે એ જાહેર કર્યુ છે કે તેણે ભારતમાં વેચાતા મીલ્ક પાવડરમાં હવે ઓછી ખાંડ ઉમેરવા નિર્ણય લીધો છે. આ ઘટસ્ફોટ સ્વીટઝરલેન્ડના એક સંગઠન પબ્લીક આઈ એ કર્યા છે.

ઈન્ટરનેશનલ બેબીફુડ એકશન નેટવર્ક યુરોપ, બ્રિટન અને ભારતમાં વેચાતા નેસ્લેના બેબીફુડ જેવા મિલ્કત પાવડરના નમુના ચકાસ્યા હતા. જયાં યુરોપ, બ્રિટન કરતા ભારતમાં વેચાતા બેબીફુડ પાવડર (મીલ્ક પાવડર જેવી બનાવટ)માં વધુ ખાંડ નંખાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભારત ઉપરાંત એશિયાના બીજા દેશો આફ્રિકા અને લેટીન અમેરિકામાં વેચાતા નેસ્લેના બેબીફુડમાં વધારે ખાંડ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ અંગે હવે ભારતમાં જ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટીએ તપાસના આદેશ આપ્યા છે અને જો નેસ્લેની ભુલ હશે કે તે ઈરાદાપૂર્વક આ પ્રકારે કરતું હશે તો આકરા પગલા લેવાની ખાતરી આપી છે.

બીજી તરફ મીડીયા રિપોર્ટ બાદ નેસ્લે ઈન્ડીયાએ જાહેર કર્યુ છે કે, તે ભારતમાં વેચાતા બેબીફુડમાં ખાંડની માત્રા ઘટાડી રહ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી તે આ કરી રહ્યું છે અને 30% જેટલી ઘટાડી છે. જર્મની અને બ્રિટનમાં નેસ્લે બેબીફુડમાં ખાંડ ઉમેરતુ જ નથી પણ થાઈલેન્ડ, ઈથોપીયા 5% ખાંડ હોય છે. ભારતમાં તે પ્રતિ સર્વિગ (માત્રા)માં 2-2 ગ્રામ ખાંડ હોય છે. કંપની આ પ્રકારે નવ પ્રોડકટસ વેચે છે.