ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે

ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે
ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે બાળકોની રસી અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી

ત્રણ ડોઝની આ વેકિસનને લગાવવા માટે ઇંજેક્શનની કોઇ જરૂર રહેશે નહીં

કેન્દ્ર સરકારે બાળકોની રસી અંગે હજુ સુધી ભલે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ ભારત સરકારની રેગ્યુલેટર એજન્સીએ ગત 20 ઑગસ્ટના દિવસે જ કેડિલાની આ રસીને ઇમરજન્સી યુઝ માટે લીલી ઝંડી આપી દઇને પરોક્ષ સંકેત આપી દીધો હતો કે, ભારતમાં ખુબ ટૂંકા સમયમાં જ 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને કિશોરોને કોવિડની રસીથી સુરક્ષિત કરી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ રસીની વિશેષ ખાસિયત એવી છે કે તે પ્લાઝમીડ ડીએનએ કોરોના વેકિસન છે.

ત્રણ ડોઝની આ વેકિસનને લગાવવા માટે ઇંજેક્શનની કોઇ જરૂર રહેશે નહીં. પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસે બીજો ડોઝ અને ત્યારબાદ 56 દિવસ પછી ત્રીજો ડોઝ લેવાનો રહેશે.

ભારતમાં પણ હવે બાલકોને રસી આપવાનું કામ જલ્દીથી શરૂ થઇ શકે છે. હવે ભારતમાં એક દિવસમાં કરોડોની સંખ્યામાં રસીનું ઉત્પાદન શરૂ થઇ ગયું છે, જેથી રસીની અછત અંગે ભૂતકાળમાં જે પ્રશ્નો સર્જાયા હતા તે હવે દૂર થતા જણાઇ રહૃાા છે.

બાળકોની રસીના ઉત્પાદન ઉપર સીધી નજર રાખી રહેલાં સૂત્રોએ કહૃાું હતું કે 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને કિશોરો આગામી મહિનેથી એટલે કે ઓક્ટોબરથી કોવિડ-19ની રસી મેળવવાને પાત્ર બની જશે.

તેમણે જણાવ્યું હતું કે, કેડિલા હેલ્થકેરની ઝાયકોવી-ડી નામની રસી લોન્ચ થયા બાદ બાળકોને ટૂંક સમયમાં રસી આપવાના સંજોગો લઉજળા થતાં દેખાઇ રહૃાા છે.

વિશ્વની સૌ પ્રથમ ડીએનએ આધારિત ઝાયકોવી-ડી નામની આ રસીને ગત મહિને જ ભારતીય નિયમનકારી એજન્સી ઇમરજન્સીના સંજોગોમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી હતી.

સૂત્રોએ એમ પણ કહૃાું હતું કે, બાલકો માટે રસી તૈયાર કરનાર આ કંપની એક મિહામાં રસીના એક કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

Read About Weather here

જો કે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે બાળકોની રસી અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એક વાત તદ્દન સ્પષ્ટ છે કે ભારતંમાં બાલકો માટે કેડિલાની ઝાયકોવી-ડી સિવાય હાલ અન્ય કોઇ રસી ઉપલબ્ધ નથી.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here