આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. યુએસ વાઈસ પ્રેસિડન્ટે કહ્યું- ભારતના વેક્સિન એક્સપોર્ટ કરવાના નિર્ણયથી ખુશ; PMએ કહ્યું-ભારત આપનું સ્વાગત કરવા તૈયાર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની અમેરિકાની મુલાકાતમાં ત્યાંના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ગુરૂવારે મુલાકાત કરી. પ્રથમવાર કોઈ ભારતીય મૂળના અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી.

   મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારા અને મારા ડેલિગેશનનું સ્વાગત કરવા માટે ધન્યવાદ. થોડા મહિના પહેલા આપની સાથે વાતચીતનો મોકો મળ્યો હતો. એ એવો સમય હતો, જ્યારે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું. આપે જે મદદ માટે હાથ લંબાવ્યો, તેના માટે તમારો આભાર માનું છું

2. પૌત્રીને કાર ચલાવતા જોઈ દાદીએ કહ્યું- મારે પણ ડ્રાઈવિંગ કરવી છે, 3 મહિનામાં કાર ચલાવવાનું શીખ્યા, લાયસન્સ માટે કરી અરજી

    રેશમબાઈ એન્ડ્રોઈડ ફોન ચલાવવાની સાથે ગૌસેવા પણ કરે છે. તેઓએ 10 વર્ષ પહેલાં ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાથી નજીક 7 કિલોમીટર દૂર બિલાવલી ગામમાં 95 વર્ષની રેશમબાઈ એવી રીતે કાર ચલાવે છે જાણે કોઈ અનુભવી ડ્રાઈવર ગાડી ચલાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

   આ ઉંમરમાં તેઓએ પૌત્રીને કાર ચલાવતા જોઈને માત્ર 3 મહિનામાં જ ડ્રાઈવિંગ શીખી લીધું. સામાન્ય રીતે યુવાનો જ ટૂ વ્હીલર કે ફોર વ્હીલર ગાડી ચલાવતા જોવા મળે છે, એવામાં દાદીની ડ્રાઈવિંગ ખરેખર માણવા લાયક છે.

3. 2014માં અમેરિકામાં માત્ર જ્યુસ પર રહ્યા હતા મોદી, 2019માં પીરસવામાં આવી હતી પનમો થાળીથ, આ વખતે પણ મૂળ ભારતીય શેફે કરી છે તૈયારી

    દાળ-ભાત-શાક-રોટલી અને ગુલાબ જાબુંનું સાદું ભોજન લેશે, એકવાર લેશે ગ્રાન્ડ ડિનર. સફેદ ખાટાં ઢોકળા, ઊંધિયું, ઘી-ખીચડી અને શિખંડ નરેન્દ્રભાઈની પ્રિય વાનગીઓ છે.

4. ‘માયોપિયા’ની વધતી અસર ઓછી કરવા માટે વૈજ્ઞાનિકોએ ‘સ્માર્ટ ગ્લાસ’ ડેવલપ કર્યા, 2 વર્ષમાં બીમારીની અસર 67% ઘટી

   ‘માયોપિયા’ બીમારીમાં દર્દી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી. સ્માર્ટ ગ્લાસ કીકીનો આકાર વધવાનો દર ધીમો કરી બીમારીનું જોખમ ઓછું કરે છે

   ‘માયોપિયા’ નામની આંખની બીમારીની અસર ઓછી કરવા માટે વૈજ્ઞાનિકોએ સ્માર્ટ ગ્લાસ ડેવલપ કર્યા છે. પમાયોપિયાથ બીમારીમાં દર્દીને દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. 2 મીટરથી વધારે અંતરની વસ્તુઓ દર્દીને ધૂંધળી દેખાય છે.

5.ઓલિમ્પિકમાં જર્મની અને નોર્વેની મહિલા ટીમના ડ્રેસ પર વિવાદ થયો, સાનિયા મિર્ઝાના કોસ્ચ્યુમ પર ઘણાએ વાંધો ઉઠાવ્યો હતો

  ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સ્પોર્ટ ક્લાઈમ્બિંગે જોહાના ફાર્બરની માફી માંગી

6. વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેનાર અમેરિકાના ખેલાડીઓ માટે વેક્સિનેશન ફરજીયાત રહેશે

  આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભાગ લેનાર અમેરિકાના ખેલાડીઓ માટે વેક્સિન ફરજીયાત ન હતી. પણ ખેલાડીઓને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.

  આ કારણથી 80% થી વધુ ખેલાડીઓએ વેકિસન લગાવી લીધી હતી. પણ ખેલાડીઓ માટે વિંટર ઓલિમ્પિક માટે આ વિકલ્પ ઉપલબ્ધ નહીં રહે.

7. કોલકાતાને જીતાડવા રોહિત બન્યો બોલર!, મેચ પહેલા ઘટી એવી ઘટના કે બોલ્ટની આંખો ચાર થઈ ગઈ; બુમરાહે વેંકટેશના શૂઝની લેસ બાંધી

   KKRએ 7 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું

8. ભારતમાં કોરોના મહામારી-લોકડાઉનમાં સૌથી વધારે બાળકો જન્મ્યાં, યોગ્ય તડકો ના મળવાથી બાળકોની હાઈટ પર અસર પડી

   યુનિસેફેના રિપોર્ટ પ્રમાણે, કોરોના મહામારીમાં ભારતમાં 2 કરોડ બાળકોનો જન્મ થયો. પ્રેગ્નન્ટ વીમેન સબ્જેક્ટ પર સ્વીડનની ઉમિઓ યુનિવર્સિટીએ એક મહત્ત્વનું રિસર્ચ કર્યું છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના બેબી બમ્પ પર સૂર્યપ્રકાશ પડવો બાળક માટેઘણો જરૂરી છે. તેનાથી બાળકના મગજ પર સારી અસર પડે છે.

9. ટાઈફોઈડ તાવ પાચન તંત્રને વધારે અસર કરે છે. દૂષિત ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી ટાઈફોઈડનો તાવ આવે છે. આ એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. આ ઈન્ફેક્શન સાલ્મોનેલા ટાઈફી નામના બેક્ટેરિયાથી ફેલાય છે. આ બેક્ટેરિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી નથી ફેલાતા.

Read About Weather here

   મોનસૂન અને ગરમીની સિઝનમાં વધારે ફેલાય છે અને લો ઈમ્યુનિટીવાળા લોકો તેની ઝપેટમાં જલ્દી આવી જાય છે.

10. કોરોનામુક્ત થયાના 5 માસ પછી પણ ફેફસાં 50% નબળાં, જેમનાં 80%થી વધુ ડેમેજ તેઓ આજીવન દવાના સહારે

     કોરોના થયા બાદ ICUમાં રહેવું પડ્યું હોય એવા દર 100માંથી 40 લોકોનાં ફેફસાંમાં કાયમી નુકસાન, તેઓ હજુ પણ સોફ્ટ ટાર્ગેટ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here