ભાજપ સરકાર ખેડૂતોના ભાગે મૂડીવાદીઓની તરફેણ કરી રહી છે: અખિલેશ

ભાજપ પોતાને જનપ્રતિનિધિ નહીં પરંતુ ધનપ્રતિનિધિ સમજે છે

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહૃાું કે તે ખેડૂતોને બદલે મૂડીવાદી લોકોનું સમર્થન કરે છે. અખિલેશે હિન્દીમાં ટ્વીટ કરીને ભાજપની ટિકા કરી હતી.

અખિલેશ યાદૃવે કહૃાું કે, ભાજપ સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે તે પોતાને જનપ્રતિનિધિ તરીકે નથી ગણતી અને તે મૂડીવાદીઓનું સમર્થન (ધનપ્રતિનિધિ) કરે છે.
આવા ગણ્યા ગાંઠ્યા મૂડીવાદી લોકોને લેધી સરકારે ખેડૂતોના હિતોને કોરાણે મુકી રહી છે. ભાજપ એ ભુલી ગયું લાગે છે કે જે લોકોને તેઓ નુકસાન પહોંચાડી રહૃાા છે તે દૃેશના ૬૭ ટકા વસતિ છે અને તે ક્યારેય પોતાની હાર નહીં સ્વીકારે.

અગાઉ પણ સમાજવાદી પાર્ટીના નેતાએ ભાજપ પર મૂડીવાદી મિત્રોને મહત્વ આપવાના મુદ્દે આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે ખેડૂતોનું સરકાર સામેનું આંદૃોલન સરકારની નિષ્ફળતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે તાજેરમાં જ અખિલેશ યાદવે કોરોના વેક્સિન મુદ્દે એક નિવેદનમાં કહૃાું કે, તેઓ ભાજપની રસી નહીં મૂકાવે, તેમને ભાજપની રસી પર વિશ્ર્વાસ નથી. તેઓ રાજ્યમાં ૨૦૨૨માં સત્તામાં આવશે ત્યારે તમામને મફતમાં રસી અપાશે.