ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે પણ બેરોજગારોની ભરતી કરાતી નથી : છોટુ વસાવા

મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ, એટલે જ આંદોલનનો નિકાલ આવતો નથી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભરૂચ નર્મદૃા જિલ્લા બીટીપી અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસવા અને બીટીપીના છોટુવસાવા સામસામે આક્ષેપ પ્રતિ-આક્ષેપ કરી રહૃાા છે, જેથી રાજકારણ ગરમાઈ રહૃાું છે. બીટીપીના અધ્યક્ષ અને ધારાસભ્ય છોટુ વસાવાએ ખેડૂત આંદોલન મુદ્દે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે, એટલે એનો નિકાલ થતો નથી અને આ આંદોલનનો નિકાલ નહીં આવે તો રાજકારણમાં વિસ્ફોટ થશે, જે રીતે ભારતમાં જે કોંગ્રેસની હાલત થઇ છે, એજ હાલત ભાજપની પણ થવાની છે કારણ કે, કોંગ્રેસના જ બધાને ભાજપમાં લઇ લે છે કારણ કે, ભાજપ માને છે કે કોઈ વિપક્ષ રહેવો ન જોઈએ તમે પણ આવો અને આપણે બધા ભેગા મળી આ દેશને લૂંટી લઈએ, એવું દેશમાં રાજકારણ ચાલી રહૃાું છે.

તાજેતરમાં હાલ બીટીપીએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે, ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ બીટીપી અને એઆઇએમઆઇએમ ગાડાં છે કહીને બીટીપી પર પ્રહાર કર્યાં હતા, ત્યારે બીટીપીના છોટુ વસાવા એ તો મનસુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યાં છે. છોટુ વસાવાએ કહૃાું હતું કે, મનસુખભાઈ જ એક દુ:ખ છે, મનસુખ એ સુખ નથી નર્મદા અને ભરૂચનું એ દુ:ખ છે, એનું નામ જ મનસુખ છે. સાથે છોટુભાઈ વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા જણવ્યું હતું કે, ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે. બેરોજગારોની ભરતી કરાતી નથી થતી પણ રાજકીય બેરોજગારોની ભરતી ચાલુ કરી છે, જે રીતે રાજ થવું જોઈએ એ રીતે થતું નથી, ત્યારે ખેડૂત આંદોલન વિષે પણ કહૃાું કે, આજે કિસાનોના આંદોલનના ૮૦ દિવસ થવા આવ્યા પણ ઉકેલ સરકાર લાવતી નથી.