ભાજપે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવાર મમતા બેનર્જીનું ફોર્મ રદ્દ કરવા માંગ કરી (4)

    MAMTA BENRJI-બંગાળ
    MAMTA BENRJI-બંગાળ

    Subscribe Saurashtra Kranti here.

    મમતા બેનર્જીએ નામાંકનમાં ૬ કેસ અંગે જાણકારી આપી નથી

    પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો સંગ્રામ હવે દિન પ્રતિદિન તેજ થઈ રહૃાો છે. ભાજપે નંદીગ્રામ બેઠકથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જનું નોમિનેશન રદ કરવાની માગણી કરી છે. ભાજપનો આરોપ છે કે મમતાએ પોતાના નામાંકનમાં ૬ કેસ અંગે જાણકારી આપી નથી. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી. મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે.

    ડિસેમ્બરમાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સુવેન્દૃુ અધિકારીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરીને ’જુઠ્ઠા’ ગણાવ્યા છે. તમલુકમાં એક જનસભાને સંબોધિત કરતા અધિકારીએ કહૃાું કે મમતા બેનર્જીએ પોતાના નામાંકનમાં સત્ય છૂપાવ્યું છે. મમતા વિરુદ્ધ દાખલ છ કેસની આ નામાંકનમાં જાણકારી અપાઈ નથી. સુવેન્દૃુએ દાવો કર્યો છે કે ૨૦૧૮માં અસમમાં પાંચ કેસ દાખલ થયા હતા, જેનો ઉલ્લેખ કરાયો નથી. એક કેસમાં સીબીઆઇ તપાસ ચાલુ છે.

    Read About Weather here

    આ બધા વચ્ચે ભાજપના પ્રતિનિધિમંડળે સોમવારે ચૂંટણી પંચને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ફરિયાદ કરી. ભાજપે નંદીગ્રામથી મમતાનું નામાંકન રદ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા શિશિ બાજોરિયાએ કહૃાું કે અમે ચૂંટણી પંચ પાસે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામાંકન રદ કરવાની માગણી કરી છે. કારણ કે તેમના વિરુદ્ધ છ કેસ છે પરંતુ તેમના સોગંદનામામાં તેનો ઉલ્લેખ નથી. આ અગાઉ રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરાઈ હતી પરંતુ ત્યાં કોઈ સુનાવણી થઈ નહીં.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here