બોલો…રામ…મુખ્યમંત્રી તીરથિંસહે વડાપ્રધાન મોદીની તુલના ભગવાન રામ સાથે કરી (7)

    CM-TIRTH-SINH-COMPARE-MODI-TO-LORD-RAM
    CM-TIRTH-SINH-COMPARE-MODI-TO-LORD-RAM

    Subscribe Saurashtra Kranti here.

    હરિદ્વારમાં એક કાર્યક્રમમાં બોલતાં તેમણે વડા પ્રધાન મોદીની સરખામણી ભગવાન રામ સાથે કરી

    ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથિંસહે હાલમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરતાં વિપક્ષે તીખી પ્રતિક્રિયા આપી હતી. હરિદ્વારમાં એક કાર્યક્રમમાં બોલતાં તેમણે વડા પ્રધાન મોદીની સરખામણી ભગવાન રામ સાથે કરી હતી. તીરથિંસહે ગયા સપ્તાહે મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહની જગ્યા લીધી હતી. તેમણે કહૃાું હતું કે ભગવાન રામ અને કૃષ્ણએ સારાં કાર્યોની સાથે એક અમીટ છાપ છોડી છે અને એટલે તેમની પૂજા પરમેશ્ર્વર તરીકે કરવામાં આવે છે.

    ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ સમાજ માટે કામ કર્યું હતું અને લોકોએ તેમને ભગવાનના રૂપમાં પ્રતિસ્થાપિત કર્યા. આવનારા સમયમાં વડા પ્રધાન પણ ભગવાન રમ અને કૃષ્ણની સાથે નજરે ચઢશે. તીરથિંસહ હાલમાં સંસદના સભ્ય છે અને ભાજપના રાષ્ટ્રીય સચિવ છે. મોદી એ વિશ્ર્વમાં ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. તેમણે કહૃાું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ.

    Read About Weather here

    જોકે કોંગ્રેસ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતની સાથે વિપક્ષી પાર્ટીઓની વચ્ચે તેમની મોટી માટેની પ્રશંસા અંદાજ મુજબ પસંદ ના આવી. હું સમજી શકું છું કે મુખ્ય પ્રધાન (તીરથિંસહ)ને નવી નોકરી મળી ગઈ છે, જેથી તેઓ ઉત્સાહિત છે, પરંતુ આપણે વ્યક્તિની ભગવાનની સાથે તુલના ના કરી શક્યા. મુખ્ય પ્રધાને એ ના ભૂલવું જોઈએ તેઓ એક એવા રાજ્યનું નેતૃત્વ કરી રહૃાા છે, જેને દેવભૂમિ (દેવતાઓના નિવાસ) કહેવામાં આવે છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here