કોરોના કહેર: આજે વડાપ્રધાન મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે (6)

    PM-MODI-CM-MEETING-VIRTUAL
    PM-MODI-CM-MEETING-VIRTUAL

    Subscribe Saurashtra Kranti here.

    કોરોના કહેર વાયરસ ફરી માથું ઊંચું કરી રહૃાો

    મહારાષ્ટ્રમાં ૫૦ ટકા પ્રતિબંધો, ૧૦ રાજ્યોની સ્થિતિ ચિંતાજનક (કોરોના કહેર)

    દેશ અને રાજ્યમાં વધેલા કોરોનાનાં કેસને લઈને કેન્દ્ર સરકારનાં કપાળે હવે ચિંતાની કરચલીઓ હવે પડી છે. કોરોનાનાં ત્રીજા સ્ટ્રેન વચ્ચે હવે દેશમાં કોરોના કહેરનાં કેસને લઈ ઘટાડા પર તેમજ એક્શન પ્લાન પર પીએમ મોદી ૧૭ માર્ચે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરશે. કોરોનાના વધતા કેસ અને રસીકરણ મુદ્દે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે બપોરે ૧૨.૩૦ કલાકે આ બેઠક મળશે. દેશમાં રોજના ૨૦ હજારથી વધુ કેસ આવતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગયું છે.

    દેશમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચું કરી રહૃાો છે. કેસોમાં સતત વધારો જોવા મળી રહૃાો છે. નવા કેસોના આંકડા જોઈએ ફરી સરકારની ચિંતા વધી ગઈ છે. આ જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ માર્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. મીટિંગ વર્ચુઅલ હશે અને બપોરે ૧૨:૩૦ વાગ્યે શરૂ થશે.

    જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓ સાથે ઘણી બેઠકો કરી ચુક્યા છે. આ બેઠકમાં પીએમ મોદી કોરોના વધતા જતા કેસોની સાથે સાથે રસીકરણની ગતિની સમીક્ષા કરી શકે છે. સંભાવના છે કે બેઠકમાં વડાપ્રધાન મોદી કોરોના અને વેક્સિન અભિયાન પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી શકે છે.

    જણાવી દઈએ કે એક દિવસમાં ભારતમાં કોવિડ -૧૯ ના ૨૬,૨૯૧ નવા કેસ આવ્યા બાદ સોમવારે દેશમાં કોરોના પોઝિટિવ લોકોની કુલ સંખ્યા વધીને ૧,૧૩,૮૫,૩૩૯ થઈ ગઈ છે.

    Read About Weather here

    જોકે, એવું નથી કે ફક્ત મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. ઓછામાં ઓછા ૧૦ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાછલા એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કેરળ, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ રાજ્યોને બાદૃ કરતાં, દૃેશના બાકીના ભાગોમાં દૃર્દૃીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મહારાષ્ટ્ર સિવાય પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં આ વધારો નોંધવામાં આવ્યો છે. હરિયાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને ચંદીગઢમાં પણ થોડી વૃદ્ધિ જોવા મળી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here