બેકરી ઉદ્યોગ 2024 માં રૂ. 88,000 કરોડે પહોંચશે…!!

બેકરી ઉદ્યોગ 2024 માં રૂ. 88,000 કરોડે પહોંચશે...!!
બેકરી ઉદ્યોગ 2024 માં રૂ. 88,000 કરોડે પહોંચશે...!!

ગુજરાતની બેકરી ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ આગામી બે વર્ષમાં રૂ. 5000 કરોડથી વધીને રૂ. 7500 કરોડનું થશે

ગુજરાતનું બેકરી ઇન્ડસ્ટ્રીઝમાં અમદાવાદનો હિસ્સો રૂ. 500 કરોડ, સુરતનો રૂ. 1500 કરોડનો

બેકરી ક્ષેત્રે અનઓર્ગેનાઇઝડ પ્લેયરનો હિસ્સો ૬૫% માંગ વધતા ઓર્ગેનાઇઝડ તરફ પ્રયાણ : ગુજરાતમાં FMCG કંપની પ્રિ-કોવિડ નજીક, વાર્ષિક ૩૦% ગ્રોથનો અંદાજ

કોરોના મહામારીના ધંધા રોજગારને બહોળા પ્રમાણમાં નુકસાન થતું જોવા મળ્યું હતું. લોકડાઉનને પરિણામે બધા જ ધંધા ઠપ્પ થી ગયા હતા. જાણે વિપરી જગતમાં તો સુનાકારો છવાઈ ગયો હોય તેવું લાગતું હતું.

કોરોના મહામારીમાં FMCG (FAST MOVING CONSUMER GOODS) સેકટરને મોટા પાયે અસર પડી હતી પરંતુ બેકરી ઇન્ડટ્રીઝ તેમાંથી બાકાત રહી હતી.

 એસેન્સિયલ પ્રોડકટને લોકડાઉનમાં રાહત આપવામાં આવી હોવાથી બેકરી ઇન્ડસ્ટ્રીઝે મોટી અસર થઈ નથી. ઉલટું છેલ્લા એક વર્ષમાં આ સેકટરમાં 10-15 ટકાનો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે.

 ગુજરાતનું બેકરી ઉદ્યોગ ઇન્ઝટ્રીઝનું માર્કેટ સરેરાશ રૂ. 5000 કરોડનું છે જે આગામી બે વર્ષમાં વધીને રૂ. 7500 કરોડનું થશે. ઉદ્યોગમાં સૌથી મોટો હિસ્સો સુરતનો ૩૦% એટલે કે રૂ.30-32 ટકા હિસ્સો એટલે કે રૂ.1500-1700કરોડનું માર્કેટ રહેલું છે.

Visit Saurashtra Kranti Homepage here

સેકટરના ઝડપી ગ્રોથના કારણે ઓર્ગેનાઇઝડ પ્લેયર વિસ્તરણની યોજના બનાવી રહ્યાં છે. સ્થાનિક ઉપરાંત વિદેશી બજારમાં પણ બેકરી પ્રોડકટની માગ સતત વધી રહી હોવાથી ગુજરાતની અને ફુડ સેગમેન્ટનીબેકરી ઇન્ડસ્ટ્રીઝ વિદેશમાં વેપાર શરૂ કરી રહી હોવાનું અતુલ બેકરીના અતુલ વેકરીયાએ જલાવ્યું છે.

દેશમાં બેકરી પ્રોડકટના ઉત્પાદન અને વપરાશમાં ગુજરાત મોખરે રહ્યું છે. ભારતમાં બેકરી ઉદ્યોગ લોકોની બદલાતી જીવનશૈલી પર નિર્ભર છે. 2024 સુધી બેકરી ઉદ્યોગ રૂ.88 હજાર કરોડે પહોંચવાનો આશાવાદ છે. ઈન્ડસ્ટ્રીમાં ૨૦૨૧-૨૪ દરમિયાન વાર્ષિક 9.3ટકાના દરે ગ્રોથ નોંધાશે.

ગુજરાતની કંપનીઓ 25 ટકાથી વધુનો ગ્રોથ હાંસલ કરશે. મહામારીના સમયમાં એસેન્સિયલ પ્રોડકટના વેચાણને છૂટ આપવામાં આવી હતી જેના કારણે આ સેકટરમાં ડિ-ગ્રોથના બદલે પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે.

Read About Weather here

વાર્ષિક ધોરણે સરેરાશ 15-20 ટકાનો ગ્રોથ ઇન્ડસ્ટ્રીઝ મેળવ્યો છે. જે આગામી વર્ષે 23 ટકાથી વધુ ગ્રોથની આશા છે. આ સેકટર ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે તેમજ સેકટરમાં 60% યોગદાન મહિલાઓનું રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here