સરકારે ગાઇડલાઇન જાહેર કરી….

સરકારે ગાઇડલાઇન જાહેર કરી....
સરકારે ગાઇડલાઇન જાહેર કરી....

અગાસી પર મ્યુઝિક સિસ્ટમ કે ડીજે વગાડવા પર પ્રતિબંધ

ઉત્તરાયણમાં અગાસી પર ભીડ થશે તો સોસાયટીમના ચેરમેન-સેક્રેટરી સામે પગલા લેવાશે

ઉત્તરાયણના તહેવારને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ-ઉંમગ જોવા મળ્યો છે. બજારોમાં લોકો ખરીદી જોરશોરથી ચાલી રહી છે. જેના કારણે વેપારી વર્ગમાં પણ એક નવી જ આશાની કિરણનો સંચાર થતા જોવા મળી રહયો છે. આજ ઉત્સાહ અને ઉંમગની સાથેસાથે કોરોના જેવી મહામારી સામે લડવા માટે પણ પૂરતી તૈયારીઓ કરવી પડશે. આથી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોને ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાયણના સંદર્ભે સમગ્ર રાજયને અનુલક્ષીને ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે લોકો અગાસી પર તેમજ ખુલ્લા મેદાનમાં એકત્રિત થતા હોય છે, જેના પરિણામે મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થવાથી કોરોના સંક્રમણના વેગને ખુલ્લો રસ્તો મળે છે.

આથી રાજયમાં હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.11થી 17 સુધી ઉત્તરાયણ માટેની ગાઇડલાઇન બહાર પાડી છે. કોઇપણ વ્યકિત પોતાના મકાનની અગાસી પર પરિવારના સભ્યો સાથે ઉત્તરાયણ ઉજવે તે સલાહભર્યું છે. સોસાયટી બહારની વ્યકિતઓ જો કોઇના ઘરે આવીને ઉત્તરાયણ ઉજવે તેવું ધ્યાનમાં આવશે તો સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે પગલા લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જાહેરનામામાં જણાવેલ નિયમાનુસાર, જાહેર સ્થરો પર, ખુલ્લા મેદાન કે રસ્તા પર એકત્રીત થઇને પતંગ ચગાવી શકાશે નહીં. તદ ઉપરાંત અગાસી પર મ્યુઝિક સિસ્ટમ કે ડીજેના કારણે ભીડ એકઠી થતી હોવાથી તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. તેમજ પતંગ બજારમાં પણ ભીડ એકત્રીત ન થાય તેનું ધ્યાન લોકોની સાથોસાથ પંતગ વહેંચતા વેપારીઓએ રાખવાનું રહેશે.

આ દરમિયાન પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી પોતાના સંબંધિત વિસ્તારોમાં ગાઇડલાઇનનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે. જો કોઇ સ્થળે આ નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

માસ્ક વિના મકાન કે ફલેટની અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવા એકત્રિત થઇ શકાશે નહીં. ત્યાં ઉપસ્થિત દરેક લોકોએ સોશિયલ ડિસ્ટસિગનું પાલન અને સેનીટાઇઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે.

સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટ અને એનજીટીની સુચનાથી ચાઇનીઝ તુક્કલ, સિન્થેટીક કાચ પાયેલા દોરા, પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ દોરા પર સંપુર્ણ પણે પ્રતિબંધ રાખવામાં આવેલ છે. તેમજ રાજયના 10 મહાનગરોમાં રાત્રે કફર્યુનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

Read About Weather here

ઉપરોકત ગાઇડલાઇનના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત તેમજ પ્રેટ્રોલીંગ રહેશે. આથી દરેક નાગરિકોએ પોલીસને પુરતો સાથ અને સહકાર આપવાનો રહેશે.(13.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here